• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રવિવારે ત્રીજી ટેસ્ટઃ ઇંગ્લેન્ડને ભારે પડશે ભારત

|

સાઉથેમ્પટન, 26 જુલાઇઃ લોર્ડ્સ ખાતે ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારત ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે અને રવિવારથી સાઉથેમ્પટન ખાતે શરૂ થઇ રહેલી શ્રેણીની ત્રીજી મેચમાં પણ ભારતનું પલડું ઇંગ્લેન્ડની સરખામણીએ ભારે રહેશે. ભારતે જે પ્રકારનું પ્રદર્શન લોર્ડ્સ ટેસ્ટમાં કર્યું હતું તે જ પ્રકારનું સાતત્યપૂર્ણ પ્રદર્શન અહીં પણ જાળવી રાખશે તો તે ઇંગ્લેન્ડ પર ભારે પડી શકે તેમ છે, કારણ કે ઇંગ્લેન્ડ છેલ્લી 10 ટેસ્ટ જીત્યું નથી. જો ભારત અહીં રમાનારી ટેસ્ટ મેચમાં પણ વિજયી થશે તો ભારત આ શ્રેણીમાં 2-0થી આગળ થઇ જશે. પહેલી ટેસ્ટ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઇ હતી, જે ડ્રોમાં પરિણમી હતી.

ભારતે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ નહીં જીતી શકવાના મેણાંને ભાંગતા બેટિંગ અને બોલિંગ બન્ને ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડ સામે 95 રનથી વિજય મેળવ્યો હતો. બેટિંગની વાત કરવામાં આવે તો મુરલી વિજયે ધારણા કરતા પણ સારું પ્રદર્શન કર્યું છે અને તે ટેસ્ટ શ્રેણીમાં 317 રન સાથે ટોપ પર છે, તેણે શ્રેણીમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, ઇયાન બેલ અને એલિસ્ટર કૂક કરતા વધારે રન બનાવ્યા છે. જોકે મુરલી વિજયના ધેર્યએ બધાને અચંભિત કરી દીધા હતા.

આ પણ વાંચોઃ- સપ્ટેમ્બરમાં ખેલાશે ચેમ્પિયન્સ લીગ ટી20નો જંગ, જાણો કાર્યક્રમ

આ પણ વાંચોઃ- ઇસીબીમાં રાજકારણ હોવાથી કૂક છે હજુ સુધી સુકાનીઃ પીટરસન

ટી20 ફોર્મેટમાં મુરલી વિજય એક વિસ્ફોટક ખેલાડી ગણાય છે અને તેણે આઇપીએલ દ્વારા પોતાનું નામ બનાવ્યુ છે, તેણે મેદાનમાં ઉભા રહેવાની શક્તિ અને સામર્થતા દર્શાવતા 922 બોલનો સામનો કરીને 315 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો ઇશાંત શર્માએ સાત વિકેટ લીધી અને તે તમામ સમાચાર પત્રોમાં છવાઇ ગયો પરંતુ સાચો હીરો મુરલી વિજય છે.

મુરલી વિજયની શાનદાર ઇનિંગ

મુરલી વિજયની શાનદાર ઇનિંગ

લોર્ડ્સ ખાતે બીજી ઇનિંગમાં ગ્રીન પીચમાં ઇંગ્લેન્ડના બોલર્સ સામે ભારતે હજુ શરૂઆત કરી અને મોટા લક્ષ્યાંક તરફ જવાનું હતું, ત્યારે મુરલી વિજયે 95 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ મુરલી વિજય અને ઇશાંત શર્મા ઉપરાંત ભુવનેશ્વર કુમારે પણ પોતાની ભુમિકા સારી રીતે નિભાવી હતી. તેમે બોલિંગ અને બેટિંગ વડે સારું પ્રદર્શન કર્યું અને તેને ભારતના ઓલ રાઉન્ડર તરીકે જોવામાં આવી રહ્યો છે.

ભુવનેશ્વરનું પ્રદર્શન

ભુવનેશ્વરનું પ્રદર્શન

ભુવનેશ્વર કુમારા બોલિંગ ચાર્ટ પર નજર ફેરવવામાં આવે તો તેણે આ શ્રેણીમાં 11 વિકેટ મેળવી છે. બોલિંગમાં ઇશાંત કરતા તે એક વિકેટ વધારે ધરાવે છે, તો બીજી તરફ શ્રેણીમાં રન બનાવવાના મામલે તે સર્વાધિક રન બનાવનાર ત્રીજો ખેલાડી છે. તેની આગળ મુરલી વિજય અને જોએ રૂટ છે. તેણે 69.66ના એવરેજ સાથે 209 રન બનાવ્યા છે.

વિરાટનું ફોર્મ ચિંતાજનક

વિરાટનું ફોર્મ ચિંતાજનક

ધોની અને ટીમ ઇન્ડિયા માટે જો કોઇ બાબત ચિંતાજનક છે તો તે વિરાટ કોહલી અને સ્ટુઅર્ટ બિન્નીનું પ્રદર્શન છે. વિરાટ કોહલીના બેટે આ શ્રેણીમાં કોઇ કમાલ દેખાડી નથી. તેણે 8.50ની એવરેજથી ચાર ઇનિંગમાં માત્ર 34 રન બનાવ્યા છે.

બિન્ની પણ રહ્યો નિષ્ફળ

બિન્ની પણ રહ્યો નિષ્ફળ

વિરાટ કોહલીની જેમ સ્ટુઅર્ટ બિન્ની પર નિષ્ફળ રહ્યો છે. બિન્નીએ માત્ર 88 રન બનાવ્યા છે અને વિકેટ મેળવવામાં પણ તે નિષ્ફળ રહ્યો છે. તેણે ટ્રેન્ટ બ્રિજ ખાતે એક સારી ઇનિંગ રમી હતી જેના કારણે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ બચી હતી, જોકે તેને વધારે વિકેટ લેવાની જરૂર હતી, તેમ છતાં તે સારું કેચિંગ કરી રહ્યો છે. તેથી બિન્નીના સ્થાને રોહિત શર્માને સ્થાન આપવાની જરૂર છે.

ઇંગ્લેન્ડની સમસ્યા

ઇંગ્લેન્ડની સમસ્યા

ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો મેટ પ્રાયર ફોર્મમાં નથી ત્યારે જોસ બટ્લર પણ પાયરની જેમ બેટિંગ કરી શકે છે તેથી તેને તક આપવાની જરૂર છે. આ ઉપરાંત એલિસ્ટર કૂક પણ બેટિંગમાં નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત બ્રોડ અને એન્ડરસન પણ તણાવપૂર્ણ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે.

English summary
India should have the upper hand in the third Test against England, starting here Sunday, after winning the second Test to take a one-nil lead in the five-match series. After the way the Indians dominated the Lord's Test the mood is upbeat as they look to heap more misery on England, who have gone 10 Tests without a win, when the two teams face off at the Ageas Bowl here. A win here will give India an unassailable 2-0 lead with the first Test at Trent Bridge ending in a draw.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more