For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડના 330 રન, ખરાબ શરૂઆત સાથે ભારત 87/4

|
Google Oneindia Gujarati News

cricket
નાગપુર, 14 ડિસેમ્બર: નાગપુર ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે પોતાની સ્થિતિ મજબૂત બનાવી 330 રનોનો સ્કોર ઉભો કરી દીધો છે. જ્યારે ભારતીય ટીમ પ્રથમ દાવની શરૂઆત કરતા આજે 87 રનો સુધી 4 વિકેટ ગુમાવી દીધી છે. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 8 અને વિરાટ કોહલી 11 રન બનાવી અણનમ રહ્યા છે.

આ પહેલા ઇંગ્લેન્ડે 199 પર 5થી આગળ રમતા પ્રથમ દાવમાં 330 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસમાં અણનમ રહેલા ખેલાડી જોએ રૂટ 73 અને મૈટ પ્રાયર 57 અર્ધસદીની પારી રમી હતી.

નીચા ક્રમમાં ગ્રીમ સ્વાને 56 રનોની ઉપયોગી પારી રમીને ઇંગ્લેન્ડને સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. પીયુષ ચાવલાએ પોતાના ટેસ્ટ કરિયરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પહેલી પારીમાં ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા.

ચાવલા ઉપરાંત ઇશાંત શર્માએ ત્રણ, રવીન્દ્ર જાડેજાએ 2 અને આર અશ્વિને એક વિકેટ જડપી. ઇંગ્લેન્ડ તરફથી કેવિન પીટરસને પણ 73 રનો ફટકાર્યા. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો શરૂઆતમાં જ ધબળકો બોલી ગયો હતો. વીરેન્દ્ર સહેવાગ શૂન્ય રને પેવેલિયન ભેગા થઈ ગયો હતો.

ગૌતમ ગંભીરે ચેતેશ્વર પુજારાની સાથે મળીને સ્કોરને 59 સુધી પહુંચાડ્યું, જ્યારે સ્વાને પુજારાની વિકેટ ઝડપીને ભારતને બીજો ઝટકો આપ્યો. ત્યારબાદ સચિન તેન્ડુલકર માત્ર 2 રન બનાવીને જેમ્સ એન્ડરસનની ઓવરમાં બોલ્ડ થઇ ગયો.

ગૌતમ ગંભીરના રૂપમાં ભારતને ચોથો ઝટકો લાગ્યો. ગંભીર 37 રન બનાવીને એન્ડરસનનો ત્રીજો શિકાર બન્યા. ત્યાર બાદ ધોની અને કોહલી ક્રિઝ પર અણનમ છે. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3 અને સ્વાને 1 વિકેટ લીધી હતી.

English summary
India’s batting woes continued to haunt them with the top-oder batsmen succumbing tamely yet again as England snapped up four quick wickets to gain firm control of the the crucial fourth and final cricket Test in Nagpur on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X