ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતે અંગ્રેજોને હરાવ્યા

આ જીતમાં ભારતને ત્રણ અંક મળ્યા છે. ભારતીય ટીમ ત્રણ અંકો સાથે પૂલ-એ માં ટોચ પર છે. ભારત તરફથી દાનિશ મુજ્તબા, યુવરાજ વાલ્મીકિ અને સુકાની સરદાર સિંહએ એક-એક ગોલ કર્યો. ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર ગોલ રિચર્ડ સ્મિથે કર્યો.
લંડન ઓલિમ્પિક બાદ આ પહેલી તક છે કે જ્યારે ભારતીય ટીમ કોઇ મોટી સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. ભારત છ વર્ષ બાદ આ પ્રતિયોગિતામાં પુનરાગમન કરી રહ્યું છે. એકથી નવ ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે. ભારતને ઇંગ્લેન્ડ, જર્મની અને ન્યૂઝીલેન્ડ સાથે પૂલ-એમાં રાખવામાં આવ્યો છે.
ભારતીય ટીમ પોતાના બીજા મુકાબલામાં રવિવારે ન્યૂઝીલેન્ડ સાથે જ્યારે ત્રીજા મુકાબલામાં ચોથી ડિસેમ્બરે જર્મની સાથે બાથ ભીડશે.












Click it and Unblock the Notifications
