ન્યુઝીલેન્ડ સામે ધોનીની સેનાનો સતત બીજો પરાજય

Posted By:
Subscribe to Oneindia News

વરસાદના વિઘ્ન વચ્ચે હેમિલ્ટનમાં રમાઇ રહેલી શ્રેણીની બીજી વન્ડેમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 15 રન પરાજય થયો છે. આ શ્રેણીમાં ભારતનો સતત બીજો પરાજય છે. ન્યુઝીલેન્ડ શ્રેણીમાં 2-0થી આગળ છે. ન્યુઝીલેન્ડ તરફથી ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે આપવામાં આવેલા 297 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ડકવર્થ લુઇસ નિમય અનુસાર 277 રન બનાવી શક્યું. ભારત તરફથી કોહલીએ 78 અને ધોનીએ 56 રનની ઇનિંગ રમી હતી.

tim-southee
ભારતીય બેટિંગની વાત કરવામાં આવે તો ધવન(12), રોહિત શર્મા(20), વિરાટ કોહલી(78), અજિક્યં રહાણે(36), ધોની(56), રૈના(35), જાડેજા(12), અશ્વિન(5), ભુવનેશ્વર કુમાર(11) રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ચાર, એન્ડરસને 3 વિકેટ લીધી હતી, જ્યારે મિલ્સ અને મેક્લેન્હામે એક-એક વિકેટ મેળવી હતી.

આ પહેલાં ભારતે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા ન્યુઝીલેન્ડે ભારત સામે ડકવર્થ લૂઇસના નિયમ અનુસાર 42 ઓવરમાં 297 રનનો લક્ષ્ય મુક્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધારે રન વિલિયમસન(77) બનાવ્યા છે. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી છે. વરસાદના કારણે મેચને અધવચ્ચે રોકવી પડી હતી, ત્યારબાદ મેચ 42 ઓવરની કરી દેવામાં આવી.

મેચ જ્યારે બીજીવાર રોકાઇ ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 33.2 ઓવરમાં 170 રન હતો. ફરીથી મેચ શરૂ થઇ ત્યારે ન્યુઝીલેન્ડે સાત-આઠ ઓવરમાં ઝડપથી રન બનાવવાના હતા. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ઝડપી બેટિંગ કરતા ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો. જેમાં ન્યુઝીલેન્ડે અનેક વિકેટો ગુમાવી હતી. ન્યુઝીલેન્ડની ઇનિંગની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ તરફથી ગુપ્તિલ(44), રાયડર(20), વિલિયમસન(77), ટેલર(57), એન્ડરસન(44), રોન્ચી(18) રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાએ એક-એક વિકેટ ઝડપી છે.

English summary
India batsmen have a daunting task of scoring 297 runs in 42 overs to win the second One Day International against New Zealand here Wednesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.