For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોઢ વર્ષ બાદ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે જંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ms dhoni
કોલંબો, 17 સપ્ટેમ્બર: T-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ અભ્યાસ મેચમાં સોમવારે વિરોધી ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે. વન ડે વર્લ્ડકપના દોઢ વર્ષ પછી બંને ટીમો ફરી એકવાર સામ-સામે ટકરાશે. આ મેચ 18 સપ્ટેમ્બરથી શરૂ થનારા T-20 વર્લ્ડકપના અભ્યાસ માટે છે. પરંતુ આ ટીમોનો મુકાબલો બંને દેશોના ક્રિકેટપ્રેમીઓને રોમાંચિત કરી દેશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા ક્રિકેટ મુકાબલામાં દર્શકોની દિલચસ્પીનો અંદાજો લગાવી શકાય છે કે T-20 વર્લ્ડકપ પહેલાં રમાનારી અભ્યાસ મેચમાં આ એક જ મુકાબલો છે કે જેનું સીધી પ્રસારણ ટીવી પર કરવામાં આવશે. આ મેચથી બંને ટીમને સુપર-8 મુકાબલાના માટે એકબીજાની કમજોરી અને મજબૂતીને જાણવાની તક મળશે.

ભારત અને પાકિસ્તાનની ટીમ આ મેચમાં પુરી તાકાત સાથે ઉતરશે. હાલમાં બંને ટીમોની સ્થિતિ મજબૂત જોવા મળી છે. ભારતે ન્યૂઝીલેંડને ટેસ્ટ સિરિઝમાં પછાડી છે. ભારતીય ટીમને એક T-20 મેચમાં ફક્ત એક રનથી હારનો સામનો કરવો પડ્યો છે, જો કે તેનાથી ટીમના આત્મવિશ્વાસમાં કોઇ ફરક પડશે નહી. બીજી તરફ તાજેતરમાં દુબઇમાં સંપન્ન થયેલા T-20 સીરીઝમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2-1થી વિજય મેળવવામાં સફળતા મેળવી છે.

ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન/વિકેટ કિપર), ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, લક્ષ્મીપતિ બાલાજી, પિયૂષ ચાવલા, અશોક ડિંડા, ઝહીર ખાન, ઇરફાન પઠાણ, યુવરાજ સિંહ, મનોજ તિવારી

પાકિસ્તાન ટીમ: મોહમંદ હફીઝ (કેપ્ટન), અબ્દુલ રઝાક, અસદ શફીક, ઇમરાન નઝીર, કામરાન અકમલ (વિકેટ કિપર), મોહંમદ સામી, નાસિર જશમેદ, રાજા હસન, સઇદ અઝમલ, શાહિદ આફ્રીદી, શોએબ મલિક, સોહેલ તનવીર, ઉમર અકમલ, ઉમર ગુલ, યાસિર અરાફાત

English summary
India will take on Pakistan in a practice match before t20 World Cup in Srilanka. This will be a last practice match for both the teams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X