For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને ભારતનો મોટો ઝટકો, ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય

ભારતીય ટીમ એશિયા કપ 2023માં પાકિસ્તાન નહીં જાય. આ મુદ્દે હજુ સુધી બીસીસીઆઈની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : એશિયા કપ 2023 નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ? હવે આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. બીસીસીઆઈ પોતાના નિર્ણય પર કાયમ છે અને ભારતીય ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે નહીં જાય. હવે એશિયા કપ ન્યૂટ્રલ જગ્યાએ યોજાશે.

bcci

BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ માટે ન્યૂટ્રલ જગ્યા પસંદ કરાશે. આ પહેલા રમીઝ રઝા બીસીસીઆઈના નિર્ણયને લઈને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, જય શાહ હજુ પણ એશિયા કપમાં પાકિસ્તાન નહીં જવાના નિર્ણય પર અડગ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ 2023 માટે તટસ્થ સ્થળ નક્કી કરાશે. જો કે આ સત્તાવાર નિવેદન નથી. બીસીસીઆઈનું હજુ કોઈ નિવેદન આવ્યુ નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, પીસીબી અધ્યક્ષ નજમ સેઠીએ ઈમરજન્સી બેઠકની માંગ કરી હતી. આ માંગને એશિયા ક્રિકેટ કાઉન્સિલે સ્વીકારી હતી અને બેઠક માટે જય શાહ બહેરીન ગયા છે. અહીં એશિયા કપ 2023 અંગે નિર્ણય લેવાનો હતો. પીસીબીએ એશિયા કપને લઈને લીધેલા નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દે રમીઝ રજાએ કહ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારત નહીં જાય અને આ વખતે એશિયા કપ પણ પાકિસ્તાનની ટીમ વિના જ રમવો પડશે.

English summary
Indian cricket team will not go to Pakistan for Asia Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X