Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પત્ની સાથે ન્યૂયોર્કમાં રજા માણી રહ્યા છે કપ્તાન ધોની

નવી દિલ્હી, 19 જુલાઇ : ચેમ્પિયન્સ ટ્રોફી અને વેસ્ટઇન્ડિઝમાં યોજેયેલી ત્રિકોણી શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હાલમાં રજાઓ માણી રહ્યા છે. જ્યાં ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી સાથે ન્યૂયોર્કમાં છે. મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટને ભૂલી સંપૂર્ણ સમય પોતાની પત્ની સાથે વિતાવવામાં મસ્ત છે. આ ઉપરાંત રોહિત શર્મા પોતાના મુંબઇ સ્થિત ઘરમાં વરસાદનો આનંદ માણી રહ્યા છે.

ટીમના ખેલાડીઓને આ બ્રેક ખૂબ જ લાંબા સમયબાદ મળ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમના ખેલાડીઓએ આઇપીએલમાં પણ રમ્યા હતા. દરમિયાન આઇપીએલમાં બહાર આવેલા સ્પોટ ફિક્સિંગના વિવાદે પણ તેમને ચોંકાવી દીધા હતા. આ ઘટનાને પગલે ભારતીય ખેલાડીઓ હતાશ થઇ ગયા હતા. પરંતુ ટીમઇન્ડિયાને મળેલી સફળતા બાદ ખેલાડીઓને રાહત મળી છે.

ટીમઇન્ડિયા 21 જુલાઇના રોજ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઇ રહી છે. આ પ્રવાસ દરમિયાન ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાની કપ્તાની વિરાટ કોહલી સંભાળશે.

જુઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આજકાલ રજાઓમાં શું કરી રહ્યા છે...

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી સાથે ન્યૂયોર્કમાં રજાની મજા માણી રહ્યા છે. આ અંગે તેમણે પહેલા જ ટ્વિટર પર જાણ કરી દીધી હતી કે તેમને ડિસ્ટર્બ ના કરવામાં આવે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ક્રિકેટમાંથી આરામ મળ્યા બાદ પણ વિરાટ કોહલી હાલમાં ખૂબ જ વ્યસ્ત છે. તેઓ હાલમાં જાહેરખબરની શુટીંગમાં વ્યસ્ત છે.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈના હાલમાં પોતાનું ઘર સજાવી રહ્યા છે. હાલમાં જ તેમણે એક નવું ઘર ખરીદ્યું છે. જેના અંગે તેમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ઘરની સાજસજ્જાનું કામ પૂર્ણ કરાવી લેશે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

ટીમને ઘણી યાદગાર જીત અપાવનાર ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજા હાલમાં હોર્સરાઇડિંગની મજા માણી રહ્યા છે.

ઇશાંત શર્મા

ઇશાંત શર્મા

ઇશાંત શર્માં હાલના દિવસોમાં પોતાની ભત્રીજીની સાથે ઘરે રમીને અને ફિલ્મો જોઇને પોતાની રજા માણી રહ્યા છે.

શિખર ધવન

શિખર ધવન

ચેમ્પિયન્સ ટ્રોફી અને વેસ્ટઇન્ડિઝમાં ધમાલ મચાવ્યા બાદ શિખર ધવન પોતાની પત્ની આયશા મુખર્જીની સાથે રજા માણી રહ્યા છે.

રોહીત શર્મા

રોહીત શર્મા

રોહીત શર્મા હાલમાં મુંબઇ સ્થિત પોતાના ઘરમાં વરસાદની મજા માણી રહ્યા છે. રોહીતે જણાવ્યું હતું કે તેઓ મુંબઇના વરસાદને ખૂબ જ મીસ કરી રહ્યા છે.

આર અશ્વિન

આર અશ્વિન

ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર હાલમાં એશેઝ સીરિઝનો આનંદ લઇ રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X