કોલકતાની ધરતી પર અંગ્રેજોને પરાસ્ત કરવા ટીમ ઇન્ડિયા તૈયાર
કોલકતા, 4 ડિસેમ્બરઃ મુંબઇ ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે કારમા પરાજયનો સામનો કરવાના કારણે ટીમ ઇન્ડિયાએ દેશભરમાંથી ક્રિકેટ ચાહકો અને સમિક્ષકોની આકરી ટીકાનો સામનો કર્યો હતો. જો કે, કોલકતાના ઇડન ગાર્ડન ખાતે 5મી ડિસેમ્બરે રમાનારી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કમર કસી લીધી છે.
ઇડન ગાર્ડન ખાતે મેદાન પર આકરી મહેનત કરી રહેલાં ટીમ ઇન્ડિયાના ધુંરધરો તસવીરોમાં કેદ થઇ ગયા હતા. મુંબઇ હાર પછી સતત ટીકાઓનો સામનો કરી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ સહિત યુવા ખેલાડીઓ મહેનત કરતા જોવા મળી રહ્યાં હતા.
અત્રે એ વાત નોંધનીય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા સચિન તેંડુલકર પર વિશ્વભરમાંથી ક્રિકેટ ચાહકોની નજર રહેશે. ખાસ કરીને આ મેચમાં તે તેના ટીકાકારોને જવાબ આપશે અને તેનામાં હજુ પણ ક્રિકેટ રહેલું છે તે વાતનો પુરાવો આપવા પ્રયત્ન કરશે. તો વિરેન્દ્ર સેહવાગ પોતાના ફોર્મને પરત મેળવીને વિરોધીઓના મોઢે તાળા લગાવવા ઇચ્છશે. તસવીરોમાં જોઇએ પ્રેક્ટિસ કરી રહેલી ટીમ ઇન્ડિયા.

યુવા ક્રિકેટર્સ સાથે યુવરાજ
ભારતીય ક્રિકેટર્સ યુવરાજ સિંહ, વિરાટ કોહલી, અશોક ડિંડા અને ચેતેશ્વર પૂજારા ત્રીજી ટેસ્ટ પહેલાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતા.

પ્રેક્ટિસ સેશનમાં સચિન
ઇડન ગાર્ડન ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ કરી રહેલો સચિન તેંડુલકર.

યુવરાજની આકરી મહેનત
યુવરાજ સિંહે ઇડન ગાર્ડન ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન આકરી મહેનત કરી હતી. તે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન યથાવત રાખવા મથી રહ્યો છે.

સેહવાગે પરસેવો પાડ્યો
ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઇડન ગાર્ડન ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન પરસેવો પાડ્યો હતો.

પ્રેક્ટિસ સેશનમાં ઝહીર
ભારતીય બોલર ઝહીર ખાન ઇડન ગાર્ડન ખાતે પ્રેક્ટિસ સેશનમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

સચિન-યુવીની મહેનત
સચિન અને યુવરાજે ઇડન ગાર્ડનમાં સારો એવો સમય વિતાવીને પ્રેક્ટિસ કરી હતી.

ધોનીની બોલિંગ પ્રેક્ટિસ
ઇડન ગાર્ડન ખાતે કેવું મેદાન છે તેનો કયાસ કાઢવા માટે ધોનીએ બોલિંગ પ્રેક્ટિસ પણ કરી હતી. ઇડનમાં ઇંગ્લેન્ડને પરાસ્ત કરવાના મુડમાં છે ટીમ ઇન્ડિયાનો સુકાની.

સચિન, સેહવાગ અને ગંભીર સાથે
ત્રીજી મેચ પૂર્વે ઇડન ગાર્ડનમાં પ્રેક્ટિસ કરી રહેલા સચિન, સેહવાગ અને ગંભીર.

ગંભીર સાથે સચિનની ગંભીર ચર્ચા
ઇડન ગાર્ડન ખાતે રમાનારી ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેવા પ્રકારની બેટિંગ વ્યૂહરચના ઘડવાની છે તે અંગે ગંભીર ચર્ચા કરી રહ્યાં હોય તેવી મુદ્રામાં સચિન અને ગંભીર.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
