IPL: સૌથી વધુ ભારતીયોએ કર્યો છે છગ્ગાઓનો વરસાદ

આઇપીએલની સાતમી શ્રેણી ચાલું થઇ ગઇ છે. મુંબઇ સામેની મેચમાં કોલકતાનો તો દિલ્હી સામેની મેચમાં બેંગ્લોરની ટીમનો શાનદાર વિજય થયો છે. વાત બેંગ્લોરની મેચની કરવામાં આવે તો યુવરાજ સિંહે આક્રમક બેટિંગ કરતા છગ્ગાઓનો વરસાદ કર્યો હતો. યુવરાજે આ મેચમાં પાંચ જેટલા છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે સ્વાભાવિક છે કે આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા કોણે ફટકાર્યા એ જાણવાની ઉત્સુકતા બધા જ ક્રિકેટ પ્રેમીઓમાં હોય છે.

આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની વાત કરવામા આવે તો આ યાદીમાં સૌથી ટોપ પર નામ ક્રિસ ગેઇલનું આવે છે, ક્રિસ ગેઇલે સૌથી વધારે 180 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે બીજા ક્રમાંકે સુરેશ રૈના અને ત્યારબાદ ત્રીજા ક્રમે રોહિત શર્મા આવે છે. સુરેશ રૈનાએ 115 અને રોહિત શર્માએ 110 છગ્ગા ફટકાર્યા છે. ત્યારબાદ યુસુફ પઠાણે 95 છગ્ગા ફટકાર્યા છે. આમ જો સૌથી વધુ છગ્ગા ફટકારવાની યાદી પર આપણે નજર ફેરવીએ તો વિદેશી ખેલાડીઓ કરતા સૌથી વધારે નામ ભારતીય ખેલાડીઓના આવે છે. અહી 16 ખેલાડીઓની યાદી આપવામાં આવી છે, જેમણે 50 કરતા વધુ ફટકાર્યા છે, તેમાં 9 જેટલાં ખેલાડીઓ ભારતીય છે. તો ચાલો તસવીરો થકી આ ખેલાડીઓ અને તેમણે ફટકારેલા છગ્ગાઓ પર એક નજર ફેરવીએ.

ક્રિસ ગેઇલ

ક્રિસ ગેઇલ

ટીમઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મેચઃ- 59
સિક્સઃ- 180

સુરેશ રૈના

સુરેશ રૈના

ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
મેચઃ- 99
સિક્સઃ- 115

રોહિત શર્મા

રોહિત શર્મા

ટીમઃ- મુંબઇ ઇન્ડિયન્સ
મેચઃ- 97
સિક્સઃ- 110

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ

ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ
મેચઃ- 91
સિક્સઃ- 95

એડમ ગિલક્રિસ્ટ

એડમ ગિલક્રિસ્ટ

ટીમઃ- નિવૃત્ત
મેચઃ- 80
સિક્સઃ- 92

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
મેચઃ- 96
સિક્સઃ- 89

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

ટીમઃ- કિંગ્સ ઇલેવન પંજાબ
મેચઃ- 79
સિક્સઃ- 85

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ટીમઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મેચઃ- 70
સિક્સઃ- 82

શેન વોટ્સન

શેન વોટ્સન

ટીમઃ- રાજસ્થાન રોયલ્સ
મેચઃ- 55
સિક્સઃ- 81

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ટીમઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મેચઃ- 93
સિક્સઃ- 71

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પા

ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ
મેચઃ- 91
સિક્સઃ- 71

કિરન પોલાર્ડ

કિરન પોલાર્ડ

ટીમઃ- મુંબઇ ઇન્ડિયન્સ
મેચઃ- 62
સિક્સઃ- 66

મુરલી વિજય

મુરલી વિજય

ટીમઃ- દિલ્હી ડેરડેવિલ્સ
મેચઃ- 64
સિક્સઃ- 66

શૉન માર્શ

શૉન માર્શ

ટીમઃ- કિંગ્સ ઇલેવન પંજાબ
મેચઃ- 50
સિક્સઃ- 63

ડેવીડ વોર્નર

ડેવીડ વોર્નર

ટીમઃ સનરાઇઝર્સ હૈદરાબાદ
મેચઃ- 55
સિક્સઃ- 58

એબીડી વિલીયર્સ

એબીડી વિલીયર્સ

ટીમઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મેચઃ- 74
સિક્સઃ- 57

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X