ટ્રાઇ સિરિઝની ફાઇનલમાં રમશે ધોની!
પોર્ટ ઓફ સ્પેન, 10 જુલાઇઃ ટ્રાઇ સિરિઝની ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોની રમી શકે છે. મંગળવારે ભારતે શ્રીલંકાને 81 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બન્ને ટીમો વચ્ચે 11 જુલાઇએ ફાઇનલ રમાવાની છે.
વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ મેચ શરૂ થતા પહેલા સંકેત આપ્યા હતા કે રેગ્લુયર સુકાની મહેન્દ્ર સિંહ ધોની ફાઇનલ માટે ફીટ થઇ શકે છે. જો અમે ફાઇનલમાં પહોંચ્યા તો તે રમી શકે છે. કોહલીએ આ નિવેદન ટોસ દરમિયાન આપ્યું હતું. મેચ પહેલા ધોની ફૂટબોલ રમી રહ્યો હતો. ધોનીએ કોઇપણ જાતની સમસ્યા વગર દોડ લગાવી હતી. સાથે જ ફિલ્ડિંગ પ્રેક્ટિસ પણ કરી હતી.

ધોની બેટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેના કારણે તે જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વિકેટકીપિંગ કરવા પણ નહોતો આવ્યો. તેના સ્થાને દિનેશ કાર્તિકે વિકેટ કીપિંગ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝે આ મેચ એક વિકેટથી જીતી લીધી હતી.












Click it and Unblock the Notifications
