એક અનોખી ટીમ બેઝબોલની જેમ રમે છે ક્રિકેટ

હાલ દક્ષિણ કોરિયામાં એશિયન ગેમ્સ ચાલી રહ્યાં છે. 17માં એશિયન ગેમ્સમાં વિવિધ ગેમ્સમાં ભારતે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે અને 45 પદક જીત્યા છે. આ યાદીમાં સૌથી ટોચ પર ચીન છે, જેણે અત્યારસુધી 238 જેટલા મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ દરમિયાન તમામ રમત પ્રેમી લોકો અનેક ખેલો અંગે ચર્ચા કરી રહ્યાં છે તો જે તે ખેલ સાથે જોડાયેલા લોકો વિવિધ ગેમ્સમાં પોતાનો જલવો દર્શાવવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે એક એવી રમત પણ છે, જે અંગે કોઇ ચર્ચા કરી રહ્યું નથી.

આમ તો ક્રિકેટ અંગે આપણે બધા ચર્ચા કરતા હોઇએ છીએ, પરંતુ એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં એ અંગે વધુ પડતી ચર્ચામાં રહી નથી, તેમ છતાં એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધામાં એક એવી ટીમ પણ રમી રહી છે, જે ઘણી જ અનોખી અને રસપ્રદ છે. અમે વાત કરી રહ્યાં છીએ, દક્ષિણ કોરિયાની ક્રિકેટ ટીમ અંગે. તો ચાલો તસવીરો થકી એ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- ટી20 ક્રિકેટમાં સૌથી શિકાર કરનાર વિકેટકીપર્સઃ ધોની બીજા ક્રમે
આ પણ વાંચોઃ- આ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી

ક્રિકેટ અંગે ઘણી જ ઓછી માહિતી

ક્રિકેટ અંગે ઘણી જ ઓછી માહિતી

એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધામાં દક્ષિણ કોરિયાએ પણ પોતાની ટીમ ઉતારી છે, પરંતુ ક્રિકેટ અંગે તેમના ખેલાડીઓને ઘણી જ ઓછી માહિતી છે.

બેટિંગ કરતી વખતે બેટને ખભા પર રાખે છે

બેટિંગ કરતી વખતે બેટને ખભા પર રાખે છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટીમના અડધા કરતા વધુ બેટ્સમેન બેટિંગ કરતી વખતે બેટને પોતાના ખભા પર રાખે છે. તેની પાછળનું કારણ દક્ષિણ કોરિયામાં બેઝબોલની દિવાનગી અને ક્રિકેટ પ્રત્યેની અજાણતા છે.

ઇન્ટરનેટ પર જોઇ આઇપીએલની મેચ

ઇન્ટરનેટ પર જોઇ આઇપીએલની મેચ

આ ટીમના કોચ છે, જુલિયન ફાઉન્ટેન. તેઓ દક્ષિણ કોરિયાની ટીમ સાથે જોડાયા ત્યારે આશ્ચર્ય પામ્યા કે ટીમ પાસે ક્રિકેટ અંગે જોઇએ તેવી માહિતી નથી. તેથી તેમણે ટીમના ખેલાડીઓને ઇન્ટરનેટ પર દિવસ રાત આઇપીએલ મેચ દેખાડી હતી અને તેમાંથી શિખવા કહ્યું હતું.

આ ખેલાડીઓ ફટકારે છે દમદાર છગ્ગા

આ ખેલાડીઓ ફટકારે છે દમદાર છગ્ગા

નાનપણથી બેઝબોલ પ્રત્યે આકર્ષણ રહ્યું હોવાના કારણે ક્રિકેટમાં પણ તેમની આ ઝલક જોવા મળે છે. તેઓ જ્યારે બોલને ફટકારે છે તો તેમનો છગ્ગો ઘણો જ દમદાર હોય છે. આ ટીમના અનેક ખેલાડી એવા છે જે ટી20 ક્રિકેટ માટે તૈયાર થઇ ગયા છે. તેઓ સહેલાયથી 100 મીટર પાર કરીને છગ્ગો ફટકારી દે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X