IPL 2022 : પંજાબને 154 નો ટાર્ગેટ, રબાડાની 4 વિકેટ!
IPL 2022ની 42મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા છે.
IPL 2022ની 42મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 46 રન બનાવ્યા છે, જ્યારે દીપક હુડાના બેટથી 34 રન નોંધાયા. પંજાબ તરફથી કાગીસો રબાડાએ 4 વિકેટ લીધી હતી.

કાગીસો રબાડાએ મેચમાં શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે એલએસજીના કેપ્ટન કેએલ રાહુલ (6), કૃણાલ પંડ્યા (7), આયુષ બદોની (4) અને દુષ્મંથા ચમીરા (17)ને આઉટ કર્યા હતા. પંડ્યા અને બદોનીની વિકેટ કાગીસોએ તેની એક જ ઓવરમાં લીધી હતી. તેણે 15મી ઓવરના પહેલા ક્રુણાલને પેવેલિયનમાં મોકલ્યો અને 5માં બોલ પર આયુષને આઉટ કર્યો.
મેચમાં માર્કસ સ્ટોઈનિસ 4 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. તે રાહુલ ચહરના બોલે કેચ આઉટ થયો હતો. IPL 2022માં અત્યાર સુધી સ્ટોઈનિસ રંગમાં જોવા મળ્યો નથી. તેણે 5 ઇનિંગ્સમાં માત્ર 73 રન બનાવ્યા છે. માર્કસ સ્ટોઈનિસને લખનૌની ટીમે 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ક્વિન્ટન ડી કોક અને દીપક હુડ્ડાએ બીજી વિકેટ માટે 58 બોલમાં 85 રન જોડ્યા હતા. આ જોડી પંજાબ માટે મુશ્કેલીઓ વધારી રહી હતી. આ ભાગીદારી સંદીપ શર્માએ ડી કોકને આઉટ કરીને તોડી હતી. તે 37 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનો કેચ કીપર જીતેશે પકડ્યો હતો.
તે બાદ બીજી જ ઓવરમાં દીપક હુડ્ડા પણ રનઆઉટ થયો હતો. હુડ્ડા બેરસ્ટોના સીધા થ્રો પર રનઆઉટ થયો. તેણે 28 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ પછી, 15મી ઓવરના પહેલા બોલ પર કૃણાલ પંડ્યાએ પણ મોટો શોટ મારવાના પ્રયાસમાં રબાડાને પોતાની વિકેટ આપી. પંડ્યા 7 બોલમાં 7 રન બનાવીને લોંગ ઓન પર શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો.












Click it and Unblock the Notifications
