IPL 2023 : કોહલી-ગંભીરની લડાઈથી મુંબઈ-ચેન્નાઈને ફાયદો, જાણો કેવી રીતે?

આઈપીએલમાં રનના વરસાદ સાથે સાથે આ દિવસોમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની જોરદાર લડાઈની ખુબ ચર્ચા છે. આ બબાલને ન રોકવામાં આવી હોત તો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકતી હતી. જો કે હવે એક અલગ જ ભવિષ્યવાણી થઈ રહી છે.

અ પહેલી વખત નથી કે કોહલી અને ગૌતમ ગંભીર એકબીજા સાથે ટકરાયા હોય. આ પહેલા પણ 2013માં ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે વિરાટ કોહલી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અહીં તો વાત હાથાપાઈ સુધી પહોંચી શકતી હતી. પરંતું સમયસર બન્નેને રોકી દેવામાં આવ્યા.

IPL 2023

2013માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ થઈ ત્યારે IPLની ફાઈનલ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી. હવે આ વર્ષે પણ આ જ સંજોગો જોતા ફેન્સ મુંબઈ-ચેન્નઈ વચ્ચે ફાઈનલની આગાહી કરી રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી મુંબઈ-ચેન્નઈ બંને ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

આ ઘટના બાદ હવે સોશિયલ મીડિયા પર ફેન્સ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે ફાઈનલની માંગ કરી રહ્યા છે. હવે કોણ ફાઈનલ રમશે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે.

અહીં તમને જણાવી દઈએ કે, લખનૌના મેન્ટર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી મેચ બાદ મેદાન પર લડાઈ કરતા જોવા મળ્યા હતા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંનેની આંખોમાં ગુસ્સો પણ જોવા મળ્યો હતો. બોલાચાલી વધતા અન્ય ખેલાડીઓએ બન્નેને રોક્યા હતા.

બન્ને વચ્ચે આ વિવાદ અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હક અને કોહલી વચ્ચે મેદાન પર થયેલી બોલાચાલ બાદ થયો હતો. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે નવીન અને વિરાટ વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ગૌતમ ગંભીર પણ આ મામલે કૂદી પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X