IPL 2023 : દિલ્હી માટે સારા સમાચાર, હવે મેદાન પર જોવા મળશે રિષભ પંત

આઈપીએલમાં આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ રિષભ પંતને મિસ કરી રહી છે. આઈપીએલમાં પહેલા મેચમાં ખરાબ હાર સાથે શરૂઆત કરનારી દિલ્હી માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, રિષભ પંત ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં જોવા મળશે. મેચ પહેલા પંતને મેદાન પર ખેલાડીઓ સાથે વાતચીત કરતા પણ જોઈ શકાશે. અહેવાલો અનુસાર, રિષભ પંત મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાનારી મેચમાં જોવા મળશે.

Rishabh Pant

આ સમાચાર સામે આવ્યા બાદ દિલ્હીના ફેન્સ ઉત્સાહિત છે. ડીડીસીએના જોઈન્ટ સેક્રેટરી રાજન મનચંદાએ જણાવ્યુ કે, અમારા દર્શકો માટે સારા સમાચાર છે. ઈજાગ્રસ્ત હોવા છતાં રિષભ પંત પોતાની ટીમને સપોર્ટ કરવા આવી રહ્યો છે. તે દિલ્હીનો સ્ટાર ખેલાડી છે. મને આશા છે કે દર્શકો તેને જોવા આતુર હશે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચ હાર્યા બાદ દિલ્હીના ખેલાડીઓ હવે તેમના હોમ ગ્રાઉન્ડ પર પોતાનો દમ દેખાડશે. અહીં ટીમને પ્રોત્સાહિત કરવા માટે રિષભ પંત પોતે મેદાનમાં હાજર રહેશે. નિયમિત કેપ્ટન રિષભ પંતની ગેરહાજરીમાં આ સિઝનમાં ડેવિડ વોર્નર દિલ્હીની ટીમની કમાન સંભાળી રહ્યો છે. ડેવિડ વોર્નરે પ્રથમ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X