IPL 2024 : વિરાટ કોહલીએ મેદાન પર ખેલાડીને ગાળ આપી? વીડિયો વાયરલ

વિરાટ કોહલી મેદાન પર તેના આક્રમક અંદાજ માટે જાણીતો છે. આ કારણે તે ઘણી વખત વિવાદમાં આવ્યો છે. હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

વિરાટ કોહલી આઈપીએલના પહેલા મુકાબલમાં જ મેદાન પર ખૂબ જ આક્રમક જોવા મળ્યો. જો કે, આ મેચના તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો.

virat kohli

મેચ વચ્ચે કેમેરાએ વિરાટ કોહલીને મેદાન પર તેના આક્રમક ફોર્મમાં કેદ કરી લીધો જ્યારે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર રચિન રવિન્દ્રને અપમાનજનક શબ્દો કહ્યાં. આનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આઈપીએલમાં પ્રથમ વખત રમી રહેલા યુવા ઓપનર તરીકે રચિન આઉટ થયો ત્યારે કોહલી ડીપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. રચિને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ લાઇન-અપને તોડીને ચેન્નાઈને લીડ અપાવી હતી. આ જ કારણે ટીમ 174 રનનો ટાર્ગેટ આપી શકી. આ દરમિયાન જ્યારે ચેન્નાઈની વિકેટ પડી ત્યારે કોહલીનું સેલિબ્રેશન ખૂબ જ આક્રમક રીતે જોવા મળ્યું.

રચિન રવિન્દ્રએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. માત્ર 1.8 કરોડમાં ખરીદવામાં આવેલા ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડરે 15 બોલમાં 37 રનની ઇનિંગ રમી, જેમાં મેદાનમાં 3 છગ્ગા અને બે શાનદાર કેચ પણ સામેલ હતા.

બીજી તરફ વિરાટ કોહલી જાન્યુઆરી પછી પ્રથમ વખત સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યા ત્યારે ઉદાસ દેખાયો. કોહલી પાવરપ્લેમાં ચેન્નાઈના બોલરો સામે ટકી શક્યો નહીં ને તેને એક છેડો પકડી રાખવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો.

મુસ્તફિઝુર રહેમાનના બાઉન્સરે 12મી ઓવરમાં કોહલીને આઉટ કર્યો. પૂર્વ કેપ્ટન આઈપીએલ 2024ની શરૂઆતની મેચમાં 20 બોલમાં માત્ર 21 રન જ બનાવી શક્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X