IPL 2025 : મેગા ઓક્શનમાં આ મોટા ક્રિકેટર અનસોલ્ડ રહ્યાં, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?
IPL 2025 Mega Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં આ વખતે ઘણા ખેલાડીના નસીબ ખુલી ગયા છે. ઋષભ પંત અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો છે.
જો કે તેનાથી વિપરીત બીજી તરફ ઘણા એવા સ્ટાર ખેલાડીઓ છે જે અપેક્ષાથી વિપરીત અનસોલ્ડ રહ્યાં છે. અનસોલ્ડ રહેલા લિસ્ટમાં ઘણા ચૌકાવનારા નામ છે.

ડેવિડ વોર્નર
આઈપીએલના સૌથી ચર્ચિત ખેલાડીઓમાંથી એક ડેવિડ વોર્નર માટે મેગા ઓક્શન મોટા ઝટકા સમાન રહ્યું છે. ડેવિડ વોર્નરને કોઈ ટીમ 2 કરોડ આપવા પણ તૈયાર થઈ નથી.
પૃથ્વી શો
પૃથ્વી શોએ આઈપીએલની 79 મેચોમાં 1893 રન બનાવ્યા છે. જો કે તેમ છત્તા તેને ખરીદવામાં આ વખતે કોઈ ટીમોએ ખરીદવામાં રસ ન દાખવ્યો.
શાર્દુલ ઠાકુર
ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુર માટે મેગા ઓક્શન મોટા ઝટકા સમાન સાબિત થયુ છે. કોઈ ટીમોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.
જેમ્સ એન્ડરસન
ઈંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર જેમ્સ એન્ડરસન રણ પણ આ વખતે અનસોલ્ડ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે જેમ્સ એન્ડરસને પહેલી વખત મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. મોટી વાત એ પણ છે કે તમામ ટીમોએ તેને ઓક્શનમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો.
ડેરિલ મિચેલ
ડેરિલ મિચેલે આઈપીએલ 2025ની મેગા ઓક્શન માટે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો, પરંતુ આ વખતે તે અનસોલ્ડ રહ્યો છે.












Click it and Unblock the Notifications
