સ્પોટ ફિક્સિંગમાં પોતાનું નામ આવતા શૌન ટૈટ શોક્ડ

ટૈટે એક નિવેદનમાં કહ્યું છે કે, હું અવાક છું, ક્રોધિત અને નિરાશ પણ છું કે એવું ખોટુ બોલવામાં આવ્યું કે કોઇ ખોટા કામમાં મારો હાત છે. આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા સાઇટ પર ટૈટનું નામ પણ ઉછળ્યું હતું. રાજસ્થાન માટે રમનારા ટૈટને તુરંત દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું કે આ સ્કેન્ડલમાં કોઇ વિદેશી ખેલાડી સામેલ નથી.
ભારતના ઝડપી બોલર એસ શ્રીસંથ, સ્પિનર અંકિત ચૌહાણ અને અજીત ચંદીલાની કથિત સ્પોટ ફિક્સિંગના મામલે ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. ટૈટે કહ્યું કે, પોલીસ દ્વારા મને ક્લિન ચીટ આપવામાં આવ્યાના નિવેદનનો હું સ્વિકાર કરું છું, પરંતુ અમુક કલાકો સુધી આ અફવાઓથી હું ઘણો પરેશાન થઇ ગયો હતો, જે સોશિયલ મીડિયામાં મારા અંગે ચાલી રહી હતી.
તેણે કહ્યું છે કે આ બધુ પાયાવિહોણું છે. મે મારી કારકિર્દીમાં ક્યારેયપણ સ્પોટ કે મેચ ફિક્સિંગ કર્યું નથી. હું મારા મેનેજર અને કાયદાકીય પ્રતિનિધિઓને સાથે વાત કરી રહ્યો છું, જેથી માલુમ પડે કે આ અફવાઓની શરૂઆત ક્યાંથી થઇ. ત્યાર બાદ હું કોઇ કાર્યવાહી કરી શકું છું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ભ્રષ્ટાચાર નિરોધક એકમના પ્રમુખ સીન કૈરોલે પણ ટૈટ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
