IPL Auction 2024 : આ ભારતીય ખેલાડી પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ, ધોનીએ બનાવ્યો સ્ટાર

વર્લ્ડ કપ બાદ આઈપીએલની તૈયારીઓ ચાલી રહી છે. 19 ડિસેમ્બરે આઈપીએલનું મીની ઓક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક ખેલાડીઓ પર તમામ ટીમોની ખાસ નજર રહેશે.

મિની ઓક્શનમાં ભારતીય ખેલાડીની બોલી લાગી હોય તેવુ ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યા છે.

shardul thakur

જો કે આ વર્ષની હરાજીમાં એક એવો ભારતીય ખેલાડી છે જેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ઘણી ટીમો આ ભારતીય ખેલાડી પર નજર રાખી રહી હશે.

કિંગ ખાન શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે તેના ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુરને હરાજી પહેલા રિલીઝ કરી દીધો છે. શાર્દુલ ઠાકુરને ગત સિઝનમાં કોલકાતાએ દિલ્હી કેપિટલ્સ સાથે 10 કરોડ 75 લાખમાં ટ્રેડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરને બહાર કરવાની સાથે કોલકાતાએ કેટલાક અન્ય ખેલાડીઓને પણ મુક્ત કર્યા છે.

શાર્દુલ ઠાકુર આઈપીએલમાં બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શાર્દુલ ઠાકુર માટે છેલ્લી બે સિઝન કંઈ ખાસ નથી રહી. જો કે તેમ છત્તા તે હરાજીમાં મોંઘો સાબિત થઈ શકે છે.

ઘણી ટીમોની નજર શાર્દુલ ઠાકુર પર છે. દરેક ટીમને ઓલરાઉન્ડરની જરૂર હોય છે અને ભારતીય ઓલરાઉન્ડરોની સંખ્યા ઘણી ઓછી છે. આ સ્થિતિમાં ઠાકુરને મોટી રકમ મળવાની આશા છે.

શાર્દુલ ઠાકુરના ક્રિકેટ કરિયરમાં મહેન્દ્ર સિંહ ધોનીનો મહત્વનો ભાગ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં શાર્દુલ ઠાકુરે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી મહત્વની મેચોમાં શાર્દુલ ઠાકુરે બોલ અને બેટ બંને વડે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ શાર્દુલ ઠાકુર પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને શાર્દુલ ઠાકુર તેજસ્વી સાબિત થયો.

ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેડ કર્યો છે. હાર્દિક પંડ્યા હવે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. આ સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સને ભારતીય ઓલરાઉન્ડર ખેલાડીની જરૂર છે.

ગુજરાત ટાઇટન્સ ટીમ હરાજી દરમિયાન શાર્દુલ ઠાકુરને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ ઠાકુર ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X