IPL સ્પોટ ફિક્સિંગ : હરભજનની પૂછપરછ થઇ શકે છે

harbhajan-singh
નવી દિલ્હી, 29 મે : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટર્સ અને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી હરભજન સિંહની પણ પૂછપરછ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં હરભજન સિંહની પૂછપરછ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં ચેન્નાઇ સુપર કિંગ્સના બે ખેલાડીઓની પણ પૂછપરછ થઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સટોડિયાઓ હરભજન સિંહ સાથે પણ ફિક્સિંગ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ માટે તેમને સટ્ટાબાજી કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવેલા બોલિવુડ અભિનેતા વિન્દુ દારાસિંગનો ઉપયોગ કર્યો હતો. બુકી સંયજ કપૂરના કહેવાથી વિન્દુએ હરભજન સુધી પહોંચ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મીડિયામાં એક તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં હરભજન સિંહ વિન્દુ દારાસિંહની બાજુમાં બેટેલો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પોટ ફિક્સિંગના મામલે દિલ્હી પોલીસના ખુલાસા અને સટ્ટાબાજોને લઇને મુંબઇ પોલીસની ચળવળને કારણ સટોડિયાઓનો ખેલ બગડી ગયો છે. તેઓ હરભજન સિંહ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X