IPL 2023 : મારી સારી ઈનિંગ્સની ક્રેડિટ ઈશાન કિશન લઈ લે છે, સુર્યાનો પીડા વ્યક્ત કરતો વીડિયો વાયરલ

આઈપીએલ 2023માં મુંબઈના બે ધમાકેદાર બેટ્સમેન ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવનું બેટ ખુબ બોલ્યુ છે. બન્ને ખેલાડીઓએ પોતાના દમ પર પંજાબ કિંગ્સ સામે ટીમને શાનદાર જીત અપાવી હતી. જો કે હવે સુર્યકુમારે કહ્યું તે તેની સારી ઈનિંગ્સનું ક્રડિટ ઈશાન કિશન લઈ લે છે. હવે સુર્યાની પીડા વ્યક્ત કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પંજાપબ કિંગ્સ સામે બન્નેનું બેટ ખુબ બોલ્યુ અને બન્નેએ શાનદાર અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. બન્નેની પાર્ટનરશીપના કારણે ટીમ મોટો ટાર્ગેટ પાર કરવામાં સફળ રહી હતી. આ મેચમાં ઈશાન કિશન મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

Ishaan Kishan

હવે ઈશાન કિશન અને સૂર્યકુમાર વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ક્રિઝ પરબેટિંગ કરતી વખતે કિશનના મગજમાં શું ચાલી રહ્યું હતું તે વાતો સામે આવી છે. IPLનો આ વીડિયો પણ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

ઈશાન કિશન સૂર્યકુમારને કહે છે કે જ્યારે તમે સેમ કરણને ચારે બાજુ મારી રહ્યા હતા તે સમયે તે નોન-સ્ટ્રાઈક પર હતો. એ વિચારીને કે મારી પાસે સારી ઇનિંગ્સ છે. એ સમયે આ ખેલાડી હિટિંગ કરીને કરીને ક્રેડિટ લઈ લે છે. લોકો મારા વિશે વાત પણ નહીં કરે.

પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે મોટા ટાર્ગેટ પાર કરીને જીત મેળવી હતી. આ જીતનો શ્રેય સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને જાય છે. બંનેએ સદીની ભાગીદારી કરીને મુંબઈને મેચ જીતાડ્યો હતો. આ મેચમાં ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ મેચમાં સૂર્યકુમાર યાદવે 66 રન અને ઈશાન કિશને 75 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. બંનેની સદીની ભાગીદારીના કારણે મુંબઈ ઈન્ડિયન્સે મોટા સ્કોરનો સફળતાપુર્વક પીછો કર્યો હતો. બન્નેએ પંજાબ કિંગ્સના બોલરોને જોરદાર ફટકાર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X