T20 રેન્કિંગમાં ઈશાન કિશન અને દીપક હુડાની છલાંગ, સ્ટિવ સ્મિથે બાબર આઝમને પછાડ્યો

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે મેલબોર્નમાં દક્ષિણ આફ્રિકા સામેની શાનદાર ઈનિંગ્સ બાદ ICC મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે.

નવી દિલ્હી : હાલમાં જ ધમાકેદાર બેવડી સદી ફટકારનારા ઈશાન કિશનના T20 રેન્કિંગમાં મોટો ઉછાળો આવ્યો છે. હવે ઈશાન કિશન 10 સ્થાનની છલાંબ લગાવી 23માં સ્થાને પહોચી ગયો છે. આ રેન્કિંગમાં મુંબઈમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પ્રથમ મેચમાં પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, જેના કારણે પ્લેયર ઓફ ધ મેચ દીપક હુડ્ડાએ 40 સ્થાનની છલાંગ લગાવી છે.

T20 Ranking

પ્રથમ T20 મેચમાં 23 બોલમાં અણનમ 41 રન બનાવ્યા બાદ તે બેટ્સમેનોમાં 40 સ્થાનની છલાંગ લગાવીને 97માં સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા નવ સ્થાનના છલાંગ સાથે બોલરોમાં 76માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા ઓલરાઉન્ડરોમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકા માટે પ્રથમ મેચ બાદ દાસુન શનાકા અને ચમિકા કરુણારત્ને અનુક્રમે બેટ્સમેન અને બોલરોની યાદીમાં આગળ વધ્યા છે.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે મેલબોર્નમાં દક્ષિણ આફ્રિકા સામેની શાનદાર ઈનિંગ્સ બાદ ICC મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. સ્મિથ બાબર આઝમ કરતા માત્ર એક પોઈન્ટ આગળ છે. રેન્કિંગ અપડેટમાં બાબર આઝમ સાત રેટિંગ પોઈન્ટ મેળવી સર્વશ્રેષ્ઠ 882 પોઈન્ટ્સ પર પહોંચી ગયો છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે મેલબોર્નમાં દક્ષિણ આફ્રિકા સામેની શાનદાર બેટિંગ બાદ ICC મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં પાકિસ્તાનના સુકાની બાબર આઝમને પાછળ છોડી દીધો છે. સ્મિથ બાબર કરતા માત્ર એક રેટિંગ પોઈન્ટ આગળ છે. તાજેતરના રેન્કિંગ અપડેટમાં આઝમે સાત રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા છે અને કરાચીમાં ન્યુઝીલેન્ડ સામે 161 રન બનાવ્યા બાદ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 882 પોઈન્ટ્સ પર પહોંચી ગયો છે.

લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરીને સારો સ્કોર કરી રહેલા વિકેટ કીપર સરફરાઝ અહેમદે ફરી રેન્કિંગમાં 70માં સ્થાને પ્રવેશ કર્યો છે. તેણે ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટ મેચમાં પણ શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે સદીથી ચૂકી ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X