સ્પોટ ફિક્સિંગ પર બોલ્યા રાહુલ દ્રવિડ,' તે માતમ જેવુ હતું'

rahul-dravid
નવી દિલ્હી, 23 મેઃ રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડનું માનવુ છે કે તેમની ટીમની શાખને નુક્સાન પહોંચાડનાર સ્પોટ ફિક્સિંગ પ્રકરણથી પેદા થયેલા તોફાન સામે લડવું એટલું જ કપરું છે, જેટલું કોઇ માતમમાંથી બહાર આવવું.

દ્રવિડે કહ્યું, હું ખોટુ નહીં કહું, આ ટીમ માટે કપરો સમય હતો, આકરો ઝટકો પહોંચ્યો છે. આ માતમ સમાન હતું. ટીમનો દરેક ખેલાડી ભાવનાઓમાંથી પસાર થયો. અમે આ મુદ્દે ખુલીને વાત કરી.

દ્રવિડે આઇપીએલ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પર મળેલી જીતનો શ્રેય બ્રેડ હોઝ અને મેચ પૂર્વેની ટીમની રણનીતિને આપી. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરતા સાત વિકેટ પર 132 રન બનાવ્યા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ચાર બોલ બાકી રહેતા છ વિકેટ ગુમાવીને 135 રન બનાવી ચાર વિકેટથી મેચ જીતીને બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ મેળવ્યો. હવે 24 મેના રોજ તેમની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

સ્પોટ ફિક્સિંગ પ્રકરણનો ખુલાસો અને શ્રીસંત સહિત ત્રણ ખેલાડીઓની ધરપકડ બાદ સંકટમાંથી પસાર થઇ રહેલી રાજસ્થાન રોયલ્સે સમયાંતરે વિકેટ ગુમાવ્યા પછી પણ હોજના 29 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી રમેલી અણનમ ઇનિંગના જોરે મેચને પોતાના નામે કરી. હોજે 54 રનની ઇનિંગ રમી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી.

દ્રવિડે હોજના વખાણ કરતા કહ્યું કે, 10 ઓવરમાં 57 રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચ જીતવા માટે કંઇક ખાસની જરૂર હતી. બ્રેડ હોજે શાનદાર ઇનિંગ રમીને એ કામ પૂર્ણ કર્યું. દ્રવિડે જોકે સ્વિકાર કર્યો કે તેમની પાસે મેચ માટે યોગ્ય સંયોજન નહોતું, કારણ કે અંકિત ચૌહાણ અને અજીત ચંદિલા જેવા ખેલાડી નહોતા. આ ઉપરાંત પ્રવીણ તાંબે પણ ઇજાગ્રસ્ત હતો અને ટીમમાં ઝડપી બોલર પર જ નિર્ભર રહેવાનું હતું. તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં અંતિમ લીગ મેચ બાદ અમને જયપુરમાં સારો બ્રેક મળ્યો અને મેચ પહેલાની અમારી રણનીતિ કારગર સાબિત થઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X