દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડી કાલિસની ટેસ્ટ ક્રિકેટને અલવિદા

ડરબન, 25 ડિસેમ્બરઃ દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ઓલ રાઉન્ડર જેક્સ કાલિસે ભારત સામેની બીજી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. જો કે, 38 વર્ષિય કાલિસે ક્રિકેટના નાના ફોર્મેટમાં રમવાનું ચાલું રાખ્યું છે. 165 ટેસ્ટ મેચ રમનાર કાલિસે પોતાના નિર્ણય અંગે કહ્યું છે કે, 18 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા ટીમનો હિસ્સો બનવા બદલ હું ગૌરવ અનુભવી રહ્યો છું. મે દરેક પળને માણી છે અને હવે મને એવું લાગે છે કે મારે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેવું જોઇએ.

Jacques-Kallis
તેમણે વધુમાં કહ્યું કે, આ નિર્ણય લેવો મારા માટે સહેલો નહોતો, ત્યારે જ્યારે ટીમ પોતાની સફળતાને માણી રહી છે, જો કે મને એવુ લાગ્યું કે મે ક્રિકેટના આ ફોર્મેટમાં મારુ યોગદાન આપી દીધું છે. નોંધનીય છે કે, કાલિસે ટેસ્ટ ક્રિકેટમાં 20 વર્ષની ઉમરે પર્દાર્પણ કર્યું હતું અને તેમણે તેમની ક્રિકેટ કારકિર્દીમાં એક શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પોતાને સાબિત કર્યા હતા. તેમના આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 13,174 રન, 292 વિકેટ અને 199 કેચ પકડ્યા છે.

કાલિસે કહ્યું કે, ગત બે વર્ષ યાદગાર રહ્યા છે અને આ બે વર્ષની યાત્રા ક્રિકેટર્સના સમૂહ સાથે માણવી અદભૂત રહી છે. હું ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતી વેળા ઘણું બધુ સાથે લઇ જઇ રહ્યો છું. મારી ટેસ્ટ કારકિર્દી પ્રતિભાશાળી ક્રિકેટર્સની સામે પૂર્ણ થઇ રહી છે, તેના કરતા પણ ઘણી જ મહત્વનું છે કે તેમા મારા ઘણા મિત્રો છે. હું એવું નથી વિચારી રહ્યો કે આ ગુડબાય છે, પરંતુ મારામાં હજુ પણ દક્ષિણ આફ્રિકાને વિશ્વકપ 2015માં વિજેતા બનાવવાની છે, જો તે ફીટ હશે તો.

તેમણે વધુમા કહ્યું કે, કોલકતા નાઇટ રાઇડર્સ સાથે આઇપીએલ ટાઇટલ જીતવુંએ ખાસ સિદ્ધિ હતી અને હું આ જ પ્રકારની સિદ્ધિ દક્ષિણ આફ્રિકા માટે આઇસીસી ઇવેન્ટમાં મેળવવા માગુ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X