SPORTS UPDATE: કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને પદક અપાવશે જાપાનીઝ
વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે. જોકે આ સાથે જ અનેક એવી રમતો છે, જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે. તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.
આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો ગ્લાસ્ગોમાં શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સની જિમનાસ્ટિક પ્રતિસ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની પદક મેળવવાની આશા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જાપાનીઝ ખેલાડી નાવોયા સુકાહારા પર ટકેલી છે. વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો.

ફૂટબોલઃ બ્રાઝિલના પૂર્વ ડિફેન્ડર પર હુમલો
બ્રાઝિલના પૂર્વ ડિફેન્ડર આંદ્રે સાંતોસ પર એક નારાજ પ્રશંસકે જાનલેવા હુમલો કર્યો છે. ઘરેલુ લીગ મેચમાં સાંતોસની ટીમ ફ્લામંગોની ઇંટર્નાસિયોનલના હાથે 0-4થી હાર થતાં આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સાંતોસને કેટલી ઇજા પહોંચી છે તે જાણી શકાયું નથી.

ટેનિસઃ ફેરરને હરાવી માયેરે જીત્યું હૈમ્બર્ગ ઓપન ટાઇટલ
આર્જેન્ટિનાના લિયોનાદ્રો માયેરે રવિવારે રમાયેલી મેચમાં સ્પેનના ડેવિડ ફેરરને હરાવીને હૈમ્બર્ગ ઓપન ટાઇટલ જીતી લીધું છે. પોતાના પહેલા એટીપી ટાઇટલ માટે માયેરે ટૂર્નામેન્ટના ટોચના ખેલાડી ફેરરને 6-7, 6-1, 7-6 હરાવ્યો હતો. આ મેચ બે કલાક અને 20 મીનિટ ચાલી હતી.

ગોલ્ફઃ મેક્લરોયે જીત્યું બ્રિટિશ ઓપન ટાઇટલ
નાર્દર્ન આયરલેન્ડના રોરી મેક્લરોયે રવિવારે હોયલેક સ્થિત રોયલ લીવરપૂલ ગોલ્ફ ક્લબમાં આયોજીત બ્રિટિશ ઓપન ટાઇટલ જીતી લીધું છે. મેક્લરોયે અંતિમ દોરમાં 71નું કાર્ડ રમ્યું અને ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું.

પ્રીમિયર લીગ ક્લબોની કાહિલ પર નજર
બે વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન મિડ ફિલ્ડર ટિમ કાહિલ ફરી એકવાર ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં પુનરાગ્મન કરી રહ્યો છે. બે વર્ષ પહેલા તે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ એવર્ટનથી અલગ થઇ ગયો હતો. ક્વીંસ પાર્ક રેન્જર્સ અને સંડરલેન્ડ સહિત પ્રીમિયર લીગના અન્ય મોટા ક્લબે કાહિલને લઇને પોતાની રૂચિ દર્શાવી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને પદક અપાવશે જાપાનીઝ
ગ્લાસ્ગોમાં શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સની જિમનાસ્ટિક પ્રતિસ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની પદક મેળવવાની આશા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જાપાનીઝ ખેલાડી નાવોયા સુકાહારા પર ટકેલી છે. ક્યારેક જાપાનીઝના શાનદાર જિમનેસ્ટોમાં સામેલ રહેલા 37 વર્ષીય સુકાહારાએ 2013માં ઓસ્ટ્રેલિયન નાગરિકતા હાંસલ કરી લીધી હતી.

ભારતીય યૂ-23 ફૂટબોલ ટીમ ચેક ગણરાજ્ય રવાના
એશિયન ખેલોની તૈયારીને ધ્યાનમાં રાખીને 25 સભ્યોની ભારતીય અંડર 23 ફૂટબોલ ટીમ ચેક ગણરાજ્ય રવાના થઇ ગઇ છે. દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં 19 સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી થનારા એશિયન ખેલો માટે ભારતીય ટીમના સંભવિત 29 ખેલાડીઓમાં સામેલ દીપક દેવરાની, શૌવિક ઘોષ, સંજય બાલમુચૂ અને રોમિયો ફર્નાડીઝ ચેક ગણરાજ્ય ગયા નથી.












Click it and Unblock the Notifications
