સચિન-સૌરવના 'ક્લબ'માં જયવર્દનેની એન્ટ્રી
લંડન, 18 જૂનઃ શ્રીલંકાના પૂર્વ સુકાની અને સૌથી અનુભવી બેટ્સમેન મહિલા જયવર્દનેએ વનડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરીને શાનદાર ઉપાધી હાસલ કરી લીધી છે. આ ઉપલબ્ધી હાસલ કરનાર તે શ્રીલંકાનો ત્રીજો અને વિશ્વનો આઠમો બેટ્સમેન છે.
મહિલા જયવર્દને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગ્રુપ-એની મેચમાં પોતાની અણનમ 84 રનની ઇનિંગમાં 62 રન પર પહોંચ્યો હતો, ત્યારે જ તેણે આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. તેમે 394 મેચ રમીને 11 હજાર રનનો આંક પાર કર્યો છે.
મહિલા જયવર્દને ટેસ્ટ ક્રિકેટમાં પણ 10 હજાર રન પૂરા કરી ચૂક્યો છે. તેના ખાતામાં 138 ટેસ્ટમાં 10806 રન છે. આ રીતે જયવર્દનેએ ટેસ્ટમાં 10 હજાર અને વનડેમાં 11 હજાર રન પૂરા કરી લીધા છે. 1998માં પોતાની વનડે કારકિર્દી શરૂ કરનાર મહિલા જયવર્દનેએ 394 મેચોમાં 33.40ની એવરેજથી 11022 રન બનાવ્યા છે. જેમાં 15 સદી અને 69 અડધી સદી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ મહિલા જયવર્દને ઉપરાંત કયા કયા ખેલાડી 11 હજાર ક્લબમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડ અને બ્રાયન લારાએ વનડે ક્રિકેટમાં 10 હજારથી વધુ રન નોંધાવ્યા છે, પરંતુ તેઓ 11 હજારના આંકને પાર કરી શક્યા નથી.

સચિન તેડુંલકર
વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરના 18426 રન છે.

રિકી પોન્ટિંગ
ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગના વનડે ક્રિકેટમાં 13704 રન છે.

સનથ જયસૂર્યા
શ્રીલંકન ઓપનિંગ બેટ્સમેન અને બોલર સનથ જયસૂર્યાએ વનડેમાં 13430 રન બનાવ્યા છે.

ઇન્ઝમામ ઉલ હક
પાકિસ્તાનના પૂર્વ સુકાની ઇન્ઝમામ ઉલ હકે વનડે ક્રિકેટમાં 11739 બનાવ્યા છે.

સૌરવ ગાંગુલી
ભારતના સફળ સુકાનીમાના એક સૌરવ ગાંગુલીએ વનડે ક્રિકેટમાં 11363 રન નોંધાવ્યા છે.

કુમારસંગાકારા
શ્રીલંકન વિકેટકીપર અને બેટ્સમેન કુમાર સંગાકારાના વનડે ક્રિકેટમાં 11231 રન છે.

મહિલા જયવર્દને
શ્રીલંકાના પૂર્વ સુકાની મહિલા જયવર્દનેએ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન 11022 રનનો આંક પાર કર્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?






Click it and Unblock the Notifications
