KKR vs DC: કોલકત્તાની 44 રને હાર, વોર્નર-પૃથ્વીની અડધી સદી!

દિલ્હી કેપિટલ્સ (DC) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 44 રને હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 216 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ (DC) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 44 રને હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 216 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં કોલકાતાની ટીમ 19.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

KKR vs DC

દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 45 બોલમાં સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલે ધમાકેદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લા 20 બોલમાં અણનમ 49 રન કરીને દિલ્હીને 215 રન સુધી પહોંચાડ્યું હતું.

જવાબમાં કોલકાતાની આખી ટીમ ખલીલ અહેમદ અને કુલદીપ યાદવની બોલિંગ પર આઉટ થઈ ગઈ હતી. કુલદીપે 16મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે આ ઓવરમાં પેટ કમિન્સ, સુનીલ નારાયણ અને ઉમેશ યાદવને પેવેલિયન મોકલ્યા હતા. આ સિવાય કેપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ પણ લીધી હતી. કોલકાતા તરફથી શ્રેયસે 54 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કુલદીપે ચાર અને ખલીલે ત્રણ વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X