KKR Vs MI : વેંકટેશ અય્યરની ધમાકેદાર સદી, મુંબઈને 186 રનનો ટાર્ગેટ
મુંબઈ ઈન્ડિયન અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે ચાલી રહેલા મુકાબલામાં વેંકટેશ અય્યરનું બેટ ધમાકેદાર રીતે બોલ્યુ છે. ધમાકેદાર બેટિંગ કરતા વેંકટેશ અય્યરે કોલકત્તા માટે બીજી સદી ફટકારી છે. આ સદી કોલકત્તા તરફથી 15 વર્ષ બાદ કોઈ ખેલાડીએ ફટકારી છે. વેંકટેશની બેટિંગની મદદથી કોલકત્તાએ 6 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા.
2008માં બ્રેન્ડન મેક્કુલમે KKR માટે સદી ફટકારી હતી. હવે 15 વર્ષ બાદ વેંકટેશ અય્યર સદી ફટકારનારો બીજા બેટ્સમેન છે. વેંકટેશ અય્યરે 51 બોલમાં 104 રનની ઇનિંગ રમી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. KKR માટે વેંકટેશે એકલા મોર્ચો સંભાળ્યો અને રન બનાવતો રહ્યો.

બેટિંગ માટે ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર જગદીસન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો. જ્યારે ગુરબાજે 8 રન બનાવ્યા. નીતિશ રાણા 5 અને શાર્દુલ ઠાકુર 13 રન બનાવીને આઉટ થયા હતા. વેંકટેશ અય્યરે પોતાની ફિફ્ટી માત્ર 23 બોલમાં પુી કરી હતી.
વેંકટેશ અય્યરે KKR માટે ઈતિહાસ રચ્યો છે. તે સદી ફટકાર્યા બાદ 104ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેણે 9 સિક્સર અને 6 ફોર ફટકારી. આ સિવાય રિંકુ સિંહે પણ 18 રનની ઇનિંગ રમી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ












Click it and Unblock the Notifications
