બ્રાઝીલ સામે જ બ્રાઝિલીયન રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો જર્મને
બેલો, હોરીજોંટે, 9 જુલાઇઃ જર્મનીના સ્ટ્રાઇકર મીરોસ્લાવ ક્લોસે મંગળવારે બેલો હોરીજેંટોમાં રમાયેલી ફીફા વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં બ્રાઝીલ વિરુદ્ધ એક ગોલ કરીને વિશ્વકપમાં સર્વાધિક ગોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સાથે જ તેણે બ્રાઝીલના જ પૂર્વ ખેલાડી રોનાલ્ડોનો 15 ગોલનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવે વિશ્વકપનો નવો રેકોર્ડ 16 ગોલ સાથે ક્લોસના નામે છે. આ મેચ જર્મની 7-1થી જીતી ગયું હતું.
ક્લોસે જર્મની તરફથી બ્રાઝીલ વિરુદ્ધ બીજો ગોલ કરતાની સાથે જ બ્રાઝીલીયન દિગ્ગજ રોનાલ્ડોના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો. વિશ્વકપમાં ક્લોસનો આ 16મો ગોલ હતો. લાજિયો ક્લબ માટે રમનારો ક્લોસ બ્રાઝીલના દિગ્ગજ ખેલાડી પેલે અને જર્મનીના ઉવે સીલર બાદ ચાર વિશ્વકપમાં ગોલ કરનાર ત્રીજો ખેલાડી પણ છે. ક્લોસ જર્મનીનો સર્વાધિક ગોલ કરનાર ખેલાડી પણ છે. જર્મની તરફથી રમાયેલી 136 મેચોમાં ક્લોસે અત્યાર સુધી 71 ગોલ કર્યા છે.
વિશ્વકપમાં સર્વાધિક ગોલ કરવાનો કીર્તિમાન છેલ્લા આઠ વર્ષોથી રોનાલ્ડોના નામે હતો. 1998થી 2006ની વચ્ચે વિશ્વકપમાં રોનાલ્ડોએ 15 ગોલ કર્યા હતા. બ્રાઝીલની મેજબાનીમાં હાલના વિશ્વકપમાં જર્મનીની આ છઠ્ઠી મેચ હતી, જેમાં ક્લોસ બીજીવાર મેચની શરૂઆત કરવા ઉતર્યો. સામાન્ય રીતે કોચ જોએકિમ લોવે તેમને સ્થાનાપન્નના રૂપમાં ઉતારતા આવ્યા છે.

મિરોસ્લાવ ક્લોસ
જર્મની (2002-14) 16 ગોલ

રોનાલ્ડો
બ્રાઝીલ (1998-06) 15 ગોલ

ગોલગેર્ડ મ્યૂલર
પશ્ચિમી જર્મની (1970-74) 14 ગોલ

જસ્ટ ફોંટેન
ફ્રાન્સ (1958) 13 ગોલ

પેલે
બ્રાઝીલ (1958-70) 12 ગોલ

સંદોર કોકસિસ
હંગરી (1954) 11 ગોલ

જુર્ગેન ક્લીંસમાન
જર્મની (1990-98) 11 ગોલ

હેલ્મટ રાન
પશ્ચિમી જર્મની (1954-58) 10 ગોલ

ટિઓફીલો કુબિલાસ
પેરુ (1970-78) 10 ગોલ

ગ્રીગોર્જ લાટો
પોલેન્ડ(1974-82) 10 ગોલ












Click it and Unblock the Notifications
