ના ચાલ્યો જાદૂ, કોહલીને વર્તાઇ ધોનીની ખોટ
કિંગ્સટન, 1 જૂલાઇઃ ભારતના કાર્યવાહક સુકાની વિરાટ કોહલીએ સ્વિકાર કર્યો કે, વેસ્ટ ઇન્ડિઝ સામેની ટ્રાઇ સિરિઝની રોમાંચક મેચમાં તણાવભર્યા ક્ષણોમાં નિયમિત સુકાની એમએસ ધોનીની મોટી ખોટ સાલી છે. વેસ્ટ ઇન્ડિઝે આ મેચ એક વિકેટથી જીતી લીધી હતી. ધોની બેટિંગ દરમિયાન માસપેસીઓમાં ખેંચથી પરેશાન હતો અને જ્યારે ઇન્ડિઝની ટીમ 230 રનનો લક્ષ્યાંક હાસલ કરવા માટે ઉતરી તો ભારતીય સુકાની ફિલ્ડિંગ ભરવા માટે આવ્યા નહીં.
કોહલીએ મેચ બાદ કહ્યું કે, ક્યારેક એવો સમય આવે છે કે, જ્યારે તમે દબાણમાં હોવ છો અને તેમને તેમની(ધોની) ખોટ વર્તાય છે, કારણ કે તે દબાણમાં શાંતિ જાળવી રાખે છે. કોહલીએ કહ્યું કે, જ્યારે વેસ્ટઇન્ડિઝ બેટિંગ કરી રહ્યું હતુ, તો વિકેટ ઘણી બદલાઇ ગઇ હતી. વિકેટ બીજી ઇનિંગમાં જે રીતની જોવા મળી રહી હતી, તેને જોઇને અમરો સ્કોર પુરતો નહોતો. સવારે વિકેટ અલગ જ અંદાજમાં હતી. તેમાં નમી હતી, પરંતુ બાદમાં તે બેટ્સમેન અનુરૂપ થઇ ગઇ હતી.













Click it and Unblock the Notifications
