LSG vs KKR : હારતા હારતા જીતી લખનૌ, છેલ્લા બોલે 2 રને જીત!

લખનૌ સુપર જાયન્ટ્સે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રને હરાવીને આઈપીએલ 2022ના પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીત સાથે લખનૌના 14 મેચમાં 18 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે.

લખનૌ સુપર જાયન્ટ્સે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રને હરાવીને આઈપીએલ 2022ના પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીત સાથે લખનૌના 14 મેચમાં 18 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે. બીજી તરફ KKRના 14 મેચમાં 12 પોઈન્ટ છે અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

LSG vs KKR

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 70 બોલમાં 140 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 10 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. કેપ્ટન કેએલ રાહુલે 51 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ બંનેએ આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમજ ડી કોકે આ સિઝનમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

જવાબમાં KKRની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 208 રન જ બનાવી શકી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. નીતિશ રાણાએ 42 અને સેમ બિલિંગ્સે 36 રન બનાવ્યા હતા. એલએસજી તરફથી મોહસીન ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X