KKR vs LSG : KKRને 177 રનનો ટાર્ગેટ, 19મી ઓવરમાં 5 સિક્સર લાગી!

શનિવારે ડબલ હેડરની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા LSGએ KKRને 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ રન બનાવ્યા હતા.

શનિવારે ડબલ હેડરની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા LSGએ KKRને 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 29 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી, તેણે 3 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ લીધી હતી.

Lucknow

માર્કસ સ્ટોઇનિસ અને જેસન હોલ્ડરે શિવમ માવીની 19મી ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 30 રન આવ્યા. સ્ટોઇનિસે ઓવરના પહેલા ત્રણ બોલ પર હેટ્રિક સિક્સર ફટકારી અને ચોથા બોલ પર સિક્સર ફટકારવાના ચક્કરમાં શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ થયો. સ્ટોઇનિસે 14 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ પછી જેસન હોલ્ડરે છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી.

લખનૌની ઈનિંગની પહેલી વિકેટ વહેલી પડી ગઈ હતી, પરંતુ તે પછી દીપક હુડા અને ડી કોકે લખનૌની ઈનિંગને સંભાળી લીધી હતી. દીપક 27 બોલમાં 41 રન બનાવીને રસેલના હાથે આઉટ થયો હતો. બંને વચ્ચે 39 બોલમાં 71 રનની ભાગીદારી નોંધાઈ હતી.

લખનૌના ઓપનર ક્વિન્ટન ડી કોકે 29 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 172.41 હતી. ડી કોકની વિકેટ સુનીલ નારાયણના ખાતામાં આવી. તેનો કેચ શિવમ માવીએ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X