કેમ ધોનીએ ટેસ્ટ સીરિજમાં અધવચ્ચે કેમ લીધો સંન્યાસ?
મેલબોર્ન, 30 ડિસેમ્બર: જ્યાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીજની ત્રીજી ટેસ્ટ ભારત આજે માંડમાંડ ડ્રો કરી શક્યું, તો બીજી તરફ ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ મેચોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દિધા છે.
હવે બધાના મગજમાં ફક્ત એક વાત આવી રહી છે કે આખરે ધોનીને સંન્યાસ લેવાની આટલી ઉતાવળ કેમ હતી? આખરે તે પોતાના સંન્યાસની જાહેરાત ભારત-ઓસ્ટ્રેલિયા સીરીજની બધી મેચો પુરી થયા બાદ પણ કરી શકતા હતા પરંતુ તો પછી આમ કેમ થઇ ગયું તે સિડની ટેસ્ટ પહેલાં જ સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી.

આખરે ધોનીએ ટેસ્ટ સીરીજ વચ્ચે કેમ લીધો સંન્યાસ?
આ બધા પ્રશ્નોએ એ વિચારવા પર મજબૂર કરી દિધા છે કે કદાચ ધોની અને બીસીસીઆઇ અને ટીમ મેટ્સ વચ્ચે કંઇક બરોબર ચાલી રહ્યું નથી. બ્રિસબેન ટેસ્ટ મેચ હર્યા બાદ ધોનીએ જે પ્રકારે ટીમ મેટ્સની સંવાદહીનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેનો અહેસાસ કરાવ્યો હતો કે ટીમમેટ્સ અને તેમની વચ્ચે કંઇક ગડબડ છે તો ત્યારબાદ તેમની ટેસ્ટ કેપ્ટનશિપને લઇને બીસીસીઆઇમાં પણ કંઇ મુદ્દો ચાલી રહ્યો છે કારણ કે કદાચ બોર્ડ કોહલીને કેપ્ટનના રૂપમાં હવે જોવા માંગે છે અને ધોનીને કદાચ વિરાટની કેપ્ટનશિપમાં રમવું પસંદ નથી.
Dhoni's best time was gone, his expiry time was up. He was not left with energy to take this team forward @BoriaMajumdar #DhoniQuitsTests
— India Today (@IndiaToday) December 30, 2014 જવા દો જે પણ હોય ધોનીએ ઘણા પ્રશ્નો વચ્ચે આજે પોતાના ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે ભારતના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ મંગળવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી.
વિરાટની કેપ્ટનશિપમાં રમવા માંગતા ન હતા ધોની?
એવામાં વિરાટ કોહલીને સિડનીમાં છ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ શરૂ થનાર ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. મહેન્દ્ર સિંહ હવે ટી-20 અને એકદિવસીય ફોર્મેટ પર ધ્યાન આપશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ તેમના આ નિર્ણયનું સ્વાગત કરતાં તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.












Click it and Unblock the Notifications
