જાણો કેમ કપ્તાન માહી બનશે 'માલામાલ યરલી' !

ઇંડસ્ટ્રીના જાણકારોનું માનવું છે કે વિવિધ બ્રાંડ આ વર્ષે ધોની સાથે પૂરા થઇ રહેલા કરારને વધારી શકે છે. એટલું જ નહી નવા કરાર માટે કંપનીઓ ધોનીને વધારે રૂપિયા આપવા માટે તૈયાર થશે. ધોનીના શાનદાર પ્રદર્શનના કારણે તેની સ્થિતિમાં સુધાર આવ્યો છે. ધોની એક મજબૂત અને દમદાર કપ્તાન તરીકે ઝળક્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે નવી બ્રાંડ ધોની સાથે કરાર કરવા માંગશે.
ઝારખંડના આ ક્રિકેટરની પાસે પેપ્સીકો, અશોક લીલેન્ડ, રિબોક, એરસેલ, લાફાર્જ, તેમજ બૂસ્ટ સહિત બધી જ 15 બ્રાંડ છે. આ વર્ષે ત્રણ બ્રાંડનું રિન્યૂઅલ થવાનું છે ત્યાંજ પેપ્સી, ઓરિએન્ટ, બૂસ્ટ અને અશોક લીલેન્ડે ગયા વર્ષે જ કરાર રિન્યૂ કર્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં સૌથી વધારે એન્ડોર્સમેન્ટ ફી ધોનીની છે. તેઓ 6થી 10 કરોડ રૂપિયા લઇ રહ્યા છે. ત્યારબાદ સચિન તેંડુલકર અને ત્યારબાદ વિરાટ કોહલી આવે છે. ધોનીએ કપ્તાન તરીકે ખુબ જ સફળતા મેળવી છે. ધોનીએ હજી સુધી વનડે મેચોમાં તો સારુ પ્રદર્શન કર્યું જ છે પરંતુ ટેસ્ટ મેચમાં કોઇ કમાલ ન્હોતી કરી, પરંતુ છેલ્લી બે ટેસ્ટમાં ધોનીનું પ્રદર્શન ગજબનું રહ્યું છે. જેના પગલે તેમની બ્રાંડ વેલ્યૂમાં જરૂર વધારો થશે.












Click it and Unblock the Notifications
