માના પટેલે ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર પહેલી ભારતીય મહિલા
માના પટેલે ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર પહેલી ભારતીય મહિલા
ગુજરાતી જળપરી માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરનાર ત્રીજી સ્વિમર અને પહેલી ભારતીય મહિલા સ્વિમર બની ગઈ છે. SFIએ શુક્રવારે આ અંગે જાણકારી આપી.

જણાવી દઈએ કે માના પટેલ ગુજરાતી છે, જેઓએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થિત આવેલ સ્વિમિંગ પૂલમાં તરતાં શિખ્યાં હતાં, માત્ર 7 વર્ષની ઉંમરે જ તેમણે સ્વિમિંગ શરૂ કરી દીધું હતું અને બાળપણથી જ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું સેવી રહ્યાં છે.
માના પટેલની સિઝનની પહેલી આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા એપ્રિલમાં ઉજ્બેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપ હતી, જ્યાં તેમણે 1:04.47 સેકન્ડનો સમય લઈ 100 મીટર બૈકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જણાવી દઈએ કે પાછલા મહિને રોમમાં સેટે કોલી ટ્રોફીમાં ઓલિમ્પિક એ ક્વૉલિફિકેશન (A Qualification) હાંસલ કરી સાજન ટોક્યોની ટિકિટ મેળવનાર પહેલા ભારતીય તરણવીર બન્યા હતા.
સાજન અને નટરાજનની કમાલ
સાજન પ્રકાશ ઓલિમ્પિક ક્વૉલિફિકેશન ટાઈમ પાર કરનાર પહેલા ભારતીય તરણવીર બની ગયા, જેમણે રોમમાં સેટ્ટે કોલી ટ્રોફીમાં પુરુષોની 200 મીટર બટરફ્લાય વર્ગમાં 1:56.38ના સમયમાં પૂર્ણ કરી હતી.
રિયો ઓલલિમ્પિક 2016 રમી ચૂકેલા સાજન પ્રકાશ ટોક્યો ઓલિમ્પિક 'એ' સ્ટાન્ડર્ડમાં પ્રવેશમાં 0.1 સેકંડથી સફળ રહ્યા. ટોક્યો ઓલિમ્પિક એ સ્ટાન્ડર્ડમાં એક મિનિટ 56.48 સેકંડ છે. જે બાદ નટરાજન બીજા ભારતીય હતા જેમણે ઓલિમ્પિક એ ક્વોલિફિકેશન માર્ક હાંસલ કર્યા હતા.












Click it and Unblock the Notifications
