રસ્તા પર ભીખ માંગવા મજબૂર છે દેશનો આ આશાસ્પદ ખેલાડી

શિવરાજ સરકારે 2017 માં રાષ્ટ્રીય પદક જીતનારી દિવ્યાંગ ખેલાડીઓને સરકારી નોકરી આપવાનું વચન આપ્યુ હતુ.તે પોતાનું વચન ભૂલી ગયા છે જેના કારણે એક ખેલાડી મનમોહન સિંહ લોઢી રસ્તા પર ભીખ માંગવા માટે મજબૂર છે.

કુદરતની પ્રકૃતિ કહો કે સમયની હકીકત, પરંતુ સત્ય એ જ છે કે જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે જ તે પૂજાય છે. કંઈક આવો જ સંબંધ છે રમત અને રાજકારણનો પણ. જ્યારે કોઈ ખેલાડીનું કૌશલ્ય તેનું પરાક્રમ બતાવવા લાગે છે તો રાજકારણના માંધાતાઓ પોતાની છબીના મહિમામંડન માટે તેને હથિયારની જેમ વાપરે છે. તેમના માટે નવી નવી ઘોષણાઓ, નવા પદ, સમ્માનની વકીલાત કરે છે પરંતુ અફસોસ કે તેમના દાવાઓ અને વાયદાઓમાં હકીકત માત્ર કથનીમાં હોય છે કરનીમાં નહિ. આવુ જે એક ઉદાહરણ છે મધ્યપ્રદેશના એક દિવ્યાંગ ખેલાડી મનમોહન સિંહ લોઢીનું જેને શિવરાજ સિંહ સરકારે સપના તો બતાવ્યા પરંતુ તેને હકીકતનું રૂપ હજુ સુધી નથી આપી શક્યા જેના કારણે બે રોટલીની શોધ અને પરિવારને ખુશ રાખવાની આશમાં મનમોહન રમતના મેદાનથી રસ્તા સુધી પહોંચી ગયા અને રમતના સંશાધનોની જગ્યાએ તેમના હાથમાં ભીખનો કટોરો આવી ગયો. તે પેટિયુ રળવા માટે ભીખ માંગવા માટે મજબૂર છે.

રોડ અકસ્માતમાં ગુમાવ્યો હતો પગ

રોડ અકસ્માતમાં ગુમાવ્યો હતો પગ

વાસ્તવમાં દિવ્યાંગ એથલીટ મનમોહન સિંહ લોઢી નરસિંહપુર જિલ્લાના ગોટેગાંવના કંદરાપુર ગામનો રહેવાસી છે. 2009 માં થયેલા એક અકસ્માતમાં તેણે પોતાનો એક હાથ ગુમાવવો પડ્યો હતો પરંતુ તેમછતાં આ અકસ્માત તેના હોંસલાને ડગાવી શક્યા નહિ અને મનમોહન સિંહ ઘણા નેશનલ પદકો જીત્યા. અમદાવાદમાં આયોજિત સ્પર્ધામાં 100-200 મીટરની ફર્રાટા દોડમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. વળી, 2017માં મનમોહનને મપ્રનો સર્વશ્રેષ્ઠ દિવયાંગ ખેલાડી પણ ઘોષિત કરવામાં આવ્યો હતો.

શિવરાજ સરકારે આપ્યુ હતુ વચન

શિવરાજ સરકારે આપ્યુ હતુ વચન

ચૂંટણીના બ્યુગલ જ્યારે વાગે ત્યારે રાજકીય ગલીઓમાં ઘોષણાઓ પણ સામાન્ય હોય છે. આવો જ એક કિસ્સો છે શિવરાજ સરકારનો. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં વર્ષ 2003 થી ભાજપની સરકાર છે અને તેના મુખ્યમંત્રી છે શિવરાજ સિંહ. વળી શિવરાજ સરકારે 2017 માં રાષ્ટ્રીય પદક જીતનારી દિવ્યાંગ ખેલાડીઓને સરકારી નોકરી આપવાનું વચન આપ્યુ હતુ અને દિવ્યાંગોના લગભગ 6000 પદો પર ભરતી કરવાનું એલાન પણ કર્યુ હતુ પરંતુ કદાચ તે પોતાનું વચન ભૂલી ગયા છે જેના કારણે એક ખેલાડી રસ્તા પર ભીખ માંગવા માટે મજબૂર છે.

ઘણી વાર કરી આજીજી

રાજકીય માંધાતાઓ માટે ફરિયાદીઓ માત્ર એ સમયે જરૂરી હોય છે જ્યારે ચૂંટણી આવવાની હોય. બાકી તો બસ ફરિયાદી રાજકારણીઓ માટે એક દિનચર્યાનો હિસ્સો છે જેની અવરજવર ચાલતી રહે છે. આવુ જ કંઈક થયુ મનમોહન સાથે પણ. મનમોહનને જ્યારે સીએમની આ ઘોષણાની ખબર પડી ત્યારે તેણે પોતાની રમત પ્રતિભાના આધારે સરકારી નોકરી માટે પ્રયાસ શરૂ કર્યો પરંતુ નોકરી તો કોરા કાગળ પર જ રહી ગઈ. મનમોહને જણાવ્યુ કે તે 4 વાર મુખ્યમંત્રીને મળ્યો પરંતુ પરિણામ ન આવ્યુ. તે ભરોસો આપતા રહ્યા અમે માનતા રહ્યા પરંતુ આશાઓથી પેટ થોડુ ભરાય છે. પરિણામે દેશનું કૌશલ્ય આજે રસ્તા પર ભીખ માંગવા માટે મજબૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X