આ ખેલાડી સાથે લગ્ન કરવા જઈ રહી છે સાઈના નહેવાલ

ભારતની સ્ટાર શટલ ક્વીન સાઈના નહેવાલ ખુબ જ જલ્દી બેડમિન્ટન ખેલાડી પી.કશ્યપની દુલ્હન બનવા જઈ રહી છે.

ભારતની સ્ટાર શટલ ક્વીન સાઈના નહેવાલ ખુબ જ જલ્દી બેડમિન્ટન ખેલાડી પી.કશ્યપની દુલ્હન બનવા જઈ રહી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર 28 વર્ષની સાઈના નહેવાલ પોતાના સાથી બેડમિન્ટન ખેલાડી પી.કશ્યપ સાથે 16 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નમાં ઘણા નજીકના લોકો શામિલ થશે. ત્યારપછી સાઈના નહેવાલ અને કશ્યપ 21 ડિસેમ્બરે એક મોટું રિસેપશન આપશે, જેમાં સ્પોર્ટ્સ, બોલિવૂડ અને રાજનીતિ હસ્તીઓ શામિલ થશે.

સાઈના નહેવાલ અને કશ્યપ લગ્ન કરશે

સાઈના નહેવાલ અને કશ્યપ લગ્ન કરશે

બેડમિન્ટન કોર્ટ પર બંને સ્ટાર છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધ વિશે સાર્વજનિક રૂપે કઈ જ કહ્યું નથી. જોવા જઇયે તો પ્રેક્ટિસ પાર્ટનર તરીકે બંનેની ઘણી ચર્ચા થતી રહી છે.

ગોપીચંદ ટ્રેનિંગ કાર્યક્રમમાં મળ્યા હતા સાઈના અને કશ્યપ

ગોપીચંદ ટ્રેનિંગ કાર્યક્રમમાં મળ્યા હતા સાઈના અને કશ્યપ

સાઈના અને કશ્યપની મુલાકાત ગોપીચંદ ટ્રેનિંગ કાર્યક્રમમાં થઇ હતી ત્યારથી બંને સાથે છે. બંને માટે તેમની રમત જ પહેલી પ્રાથમિકતા રહી છે. એટલા માટે બંનેનું ફોકસ તેમની રમત પર જ હતું. બંનેએ ક્યારેય પણ મીડિયામાં પોતાની પર્સનલ લાઈફ વિશે ચર્ચા નથી કરી.

10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

8 સપ્ટેમ્બરે પી. કશ્યપના જન્મદિવસે બંને એકસાથે જોવા મળ્યા હતા, ત્યારે સાઈના નહેવાલ ઘ્વારા તેને સંબંધિત એક ફોટો પણ શેર કરવામાં આવી હતી. ત્યારથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હવે બંને પોતાના સંબંધને આગળ વધારવા માંગે છે.

બેડમિન્ટન કોર્ટથી લગ્ન સુધી

બેડમિન્ટન કોર્ટથી લગ્ન સુધી

બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં 10માં નંબરે છે, જયારે 32 વર્ષના કેપી કશ્યપ વર્લ્ડ રેન્કિંગમાં 57માં નંબરે છે. બંને હૈદરાબાદના રહેવાસી છે. જો બંને લગ્ન કરશે તો બેડમિન્ટન કોર્ટથી લગ્ન સુધી પહોંચનાર બીજું કપલ હશે. આ પહેલા જ્વાલા ગુટ્ટા અને ચેતન આનંદ લગ્ન કરી ચુક્યા છે પરંતુ 6 વર્ષ પછી તેઓ અલગ થઇ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X