એન્જેલો મેથ્યુઝે પૂણેનું સુકાનીપદ છોડ્યુ

મેથ્યુઝે એક નિવેદનમાં કહ્યું કે, એ અમારા હિતમાં છે કે, સુકાનીમાં સતત બદલાવ ના આવે, કારણ કે અમે પ્રત્યેક મેચમાં અલગ-અલગ પ્રતિસ્પર્ધીઓ વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ સંતુલિત ટીમ ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ જોતા આરોન ફિન્ચ બાકી બચેલી અમારી તમામ મેચોમાં રમે તેવી સંભાવના છે અને તેથી એ તર્કસંગત છે કે તે અમારો સુકાની બની રહે. શ્રીલંકાના ઓલરાઉન્ડરે કહ્યું કે તે ટીમના સભ્ય બની રહેશે.
નોંધનીય છે કે, ચાલું આઇપીએલ શ્રેણીમાં પૂણે વોરિયર્સ દ્વારા સતત કંગાળ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધી તેણે રમેલી મેચોમાંથી માત્ર તેણે બે જ મેચોમાં વિજય મેળવ્યો છે.












Click it and Unblock the Notifications
