ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કરતા ટ્રોલ થઈ મેક્સવેલની ઈન્ડિયન વાઈફ, જાણો કોણ છે વિની રમન?
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવતા દેશમાં નિરાશાનો માહોલ છે. આ નિરાશા વચ્ચે ક્રિકેટ ફેન્સે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલની પત્ની પર ગુસ્સો ઉતાર્યો છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ છે. વિની રમન મુળ ભારતીય છે. આ જ કારણ છે કે તેણી ઓસ્ટ્રેલિયન ટીમને સપોર્ટ કરે તે ભારતીય ચાહકોને પસંદ ન આવ્યું.

મેચમાં ભારતની હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમને સપોર્ટ કરવાને કારણે તેણી ઘણી નફરતનો સામનો કરવો પડ્યો છે. વિનીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા બદલ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જો કે હવે વિની રમને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
વિની રમને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેક્સવેલના ફોટો શેર કરતા લખ્યું કે, આમાં શું વાંધો છે કે હું મારા પતિના દેશને સપોર્ટ કરું છું અને જે દેશમાં હું જન્મી છું, તે મારા પતિ છે, તે મારા બાળકના પિતા છે. શા માટે મારે તેને ટેકો ન આપવો જોઈએ?
જણાવી દઈએ કે, મેક્સવેલની પત્ની વિની રમન વ્યવસાયે ફાર્માસિસ્ટ છે અને પોતાના પતિ સાથે મેલબોર્નમાં રહે છે. વિની રમનનો જન્મ અને ઉછેર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો. તેણી ભારતીય-તમિલ મૂળની છે અને તેણે માર્ચ 2022 માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ સાથે લગ્ન કર્યા છે.












Click it and Unblock the Notifications
