મળો ટેનિસની દુનિયાની સૌથી ખુબસુરત મહિલા ખેલાડીઓને, લાખો લોકો છે દિવાના
ટેનિસની દુનિયામાં ઘણી ખેલાડીઓ તેની ખૂબસૂરતીને કારણે ફેમસ છે. આ મહિલા ખેલાડીઓએ પોતાની રમત અને સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ આ ટેનિસ સ્ટાર્સના ચાહકોની કોઈ કમી નથી. આજે આપણે ટેનિસની દુનિયાની 5 સૌથી સુંદર મહિલા ખેલાડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

યુજિની બુચાર્ડ
યુજિની બુચાર્ડ ટેનિસની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય નામ છે. કેનેડિયન સ્ટાર ટેનિસ પ્લેયર યુજેનીની સુંદરતાના ફેન્સ દિવાના છે. યુજેની બુચાર્ડ સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તેના ઈન્સ્ટાગ્રામ પર 24 લાખથી વધુ ફોલોઅર્સ છે.
સાનિયા મિર્ઝા
સોશિયલ મીડિયા પર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની સુંદરતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર સાનિયા મિર્ઝાના 12.6 મિલિયન ફોલોઅર્સ છે. સાનિયા મિર્ઝા પોતાની રમત અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
મારિયા શારાપોવા
રશિયન મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાની સુંદરતાના દરેક લોકો દિવાના છે. મારિયા શારાપોવાએ વર્ષ 2020માં ટેનિસ કોર્ટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શારાપોવા 5 વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે.
એન્ના કુર્નિકોવા
રશિયાની એન્ના કુર્નિકોવાની સુંદરતામાં કોઈ મુકાબલો નથી. અન્ના કુર્નિકોવાના ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. અન્ના કુર્નિકોવાના ફોટો ઘણા મેગેઝિનના કવર પેજ પર દેખાયા છે.
એના ઇવાનોવિક
સર્બિયાની એના ઇવાનોવિક સુંદરતામાં મોટી અભિનેત્રીઓને પાછળ છોડે છે. એના ઇવાનોવિકના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. એના ઇવાનોવિક વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે.












Click it and Unblock the Notifications
