
આર્જેન્ટિનાનો મેસી બન્યો બ્રાઝિલ વિશ્વકપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી
રિયો ડી જનેરિયો, 14 જુલાઇઃ મારાકાના સ્ટેડિયમમાં ફીફા વિશ્વકપની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં આર્જેન્ટિનાને હરાવીને જર્મની વિશ્વ ફૂટબોલ ચેમ્પિયન બની ગયું છે. આ મેચ પૂર્ણ થતાની સાથે જ 20માં વિશ્વકપના વિભિન્ન પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
આર્જેન્ટિનાની ટીમ ભલે જર્મની સામે 0-1થી હારી ગઇ હોય, પરંતુ તેમના સુકાની લિયોનેલ મેસીને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેને ગોલ્ડન બોલના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. કોલંબિયાનો જેમ્સ રોડ્રિગેજ સૌથી વધારે છ ગોલ કરીને ગોલ્ડન બૂટ પોતાના નામે કર્યું છે. મેસીએ આ ટૂર્નામેન્ટમાં ચાર ગોલ ફટકાર્યા હતા.
ગત વિશ્વકપમાં ગોલ્ડન બૂટ જીતનાર જર્મનીનો થોમસ મૂલર આ વખતે પાંચ ગોલ સાથે બીજા સ્થાન પર રહ્યો અને તેને સિલ્વર બૂટ આપવામાં આવ્યું હતું. જર્મનીના ગોલકીપર મેનુએલ નેયોરને સર્વશ્રેષ્ઠ ગોલકીપર ગોલ્ડન ગ્લોવના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, આ વિશ્વકપમાં જર્મની વિરુદ્ધ માત્ર ચાર ગોલ થયા છે. ગોલ્ડન ગ્લોવની રેસમાં આર્જેન્ટિનાનો સર્જિયો રોમેરો અને કોસ્ટારિકાનો કેલોર નાવાસ પણ સામેલ હતા. તો ચાલો તસવીરો થકી જોઇએ કે કોને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગોલ્ડન બોલ
લિયોનેલ મેસી, આર્જેન્ટિના

સિલ્વર બોલ
થોમસ મૂલર, જર્મની

બ્રોન્ઝ બોલ
અર્જેન રોબેન, નેધરલેન્ડ્સ

ગોલ્ડન બૂટ
જેમ્સ રોડ્રિગેજ, કોલંબિયા

સિલ્વર બૂટ
થોમસ મૂલર, જર્મની

બ્રોન્ઝ બૂટ
નેમાર, બ્રાઝીલ

ગોલ્ડન ગ્લોવ
મેનુએલ નેયોર, જર્મની

યંગ પ્લેયર
પોલ પોગ્બા, ફ્રાન્સ

ફીફા ફેયર પ્લે ટ્રોફી
કોલંબિયા