માઇકલ ક્લાર્ક આઇસીસી રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાને

michael clarke
દુબઇ, 29 ડિસેમ્બર: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ટીમના કપ્તાન માઇકલ ક્લાર્ક કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 900 પોઇન્ટની સાથે આઇસીસી બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાને પહુંચી ગયા છે.

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને બીજી ટેસ્ટમાં એક પારી અને 201 રનથી હરાવ્યું. આનાથી ત્રણ મેચોની શ્રેણીમાં તે 2-0થી આગળ છે. આ મેચ પહેલા ક્લાર્કના 888 રેટિંગ પોઇન્ટ હતા. તેમણે 106 રનની પારીથી 12 રેટિંગ પોઇન્ટ મળ્યા અને તે 900 પોઇન્ટ મેળવનાર સાતમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન બની ગયા છે.

તેમની પહેલા ડોન બ્રેડમેન, રિકી પોટિંગ, મેથ્યૂ હેડન, ડગ વોલ્ટર્સ, નીલ હાર્વે અને માઇક હસી આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. ક્લાર્કે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 11 મેચોમાં સર્વાધિક 1595 રન બનાવ્યા. તેમણે એક વર્ષમાં સર્વાધિક રન બનાવવો પૂર્વ કપ્તાન રિકી પોંટિગનો રેકોર્ડ પણ તોડી પાડ્યો. મેલબોર્ન ટેસ્ટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવનાર મિશેલ જોનસન ત્રણ ક્રમ ઉપર ચઢીને બોલરોની ભૂમિકામાં 18માં સ્થાન પર પહુંચી ગયો છે.

ઓલરાઉન્ડરની સૂચિમાં તે ચાર ક્રમ ઉપર આવીને 10માં સ્થાન પર પહુંચ્યા છે. બોલરોની સૂચિમાં દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન શ્રેષ્ઠ સ્થાને છે જ્યારે ઓલરાઉન્ડરની સૂચિમાં જોક કેલિસ શ્રેષ્ઠ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X