Mohammed Shami : રાતે પિતા તરીકે દિકરી સાથે ICU માં અને સવારે ક્રિકેટર, શમીની વફાદારી તેેને મહાન બનાવે છે

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતની જીતના હિરો રહેલા મોહમ્મદ શમીની દુનિયાભરમાં પ્રસંશા થઈ રહી છે.

ભારતની જીતના મોટા હીરો વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમી હતા. મોહમ્મદ શમીએ મેચમાં ઘાતક બોલિંગ કરીને 7 વિકેટ ઝડપી.

Mohammed Shami

મોહમ્મદ શમીના વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન માટે દુનિયાભરના ક્રિકેટ ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. શમીએ અત્યાર સુધી તેની 6 મેચમાં સૌથી વધુ 23 વિકેટ પોતાના નામે કરી છે.

એવું નથી કે શમીના હંમેશા વખાણ થઈ રહ્યા છે. શમીમાં પ્રતિભાની કોઈ કમી નથી અને જ્યારે પણ તેને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી તેણે હંમેશા સારું પ્રદર્શન કર્યું છે.

2021 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે 10 વિકેટની કારમી હાર બાદ શમીની ભારે ટીકા થઈ હતી. લોકોએ તેના પ્રદર્શનને ધર્મ સાથે પણ જોડ્યુ હતું. એ મેચમાં મોહમ્મદ શમી 3.5 ઓવરમાં 43 રન આપીને સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો.

જો કે આ તમામ બાબતોથી શમીએ હંમેશા પોતાના દેશ અને પ્રદર્શનને સૌથી ઉપર રાખ્યું છે. આ વાતનો પુરાવો વર્ષ 2016માં બનેલી એક ઘટનામાં મળે છે. જે અમે તમને જણાવીશું.

2016માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2016 દરમિયાન કોલકાતામાં ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. મોહમ્મદ શમી પણ આ મેચમાં ભારતના પ્લેઇંગ 11નો ભાગ હતો.

આ મેચ દરમિયાન તેની 14 મહિનાની પુત્રી આયરાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને વધુ તાવને કારણે બાળકીને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવી પડી હતી.

આ સમય દરમિયાન શમીએ મેચ રમવાનું ચાલુ રાખ્યું અને તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પણ આ અંગે કોઈ સંકેત ન આપ્યા. શમી દિવસ દરમિયાન મેચ રમતો અને સાંજે હોસ્પિટલમાં જ રહેતો અને તેની પુત્રીની દેખરેખ કરતો હતો.

શમીના તેની પત્ની હસીન જહાં સાથેના સંબંધો પણ બધા જાણે છે. પત્નીના અનેક આરોપો અને વિવાદો છતાં શમીએ ક્યારેય હાર માની નહીં અને આ તે આજે આપણા સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X