ક્રિકેટના 'મહાભારત'માં આ ત્રણ ભારતીય બોલર્સ બન્યા 'દાનવીર'

આવો જ એક રેકોર્ડ છે, એક ઇનિંગમાં સૌથી વધારે રન આપી દેનાર અને આ યાદીમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર છે. આઇપીએલે અત્યારસુધી છ શ્રેણીમાં એક જ ઇનિંગમાં સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ઇશાંત શર્માના નામે નોંધાયેલો છે. આમ આ યાદીમાં પ્રારંભિક ત્રણેય બોલર ભારતીયો જ છે.
ઇશાંત શર્માએ 8 મે 2013ના રોજ હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલની 54મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સ વિરુદ્ધ ચાર ઓવર્સમાં પ્રતિ ઓવર 16.50ની એવરેજથી 66 રન આપ્યા. આ પહેલા આ રેકોર્ડ દિલ્હી ડેરડેવિલ્સના ભારતીય બોલર્સ વરુણ એરોનના નામે હતો. તેણે ગત વર્ષે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ ચાર ઓવરમાં 63 રન આપ્યા હતા.
આ યાદીમાં ત્રીજા નંબર પર છે પુણે વોરિયર્સનો ભારતીય બોલર અશોક ડિંડા. જેણે આ વર્ષે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચાર ઓવરમાં 63 રન આપી એરોનના રેકોર્ડની બરોબરી કરી હતી. વરુણ એરોને 63 રન આપીને બે વિકેટ લીધી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અશોક ડિંડાએ એક પણ વિકેટ હાંસલ કરી નહોતી.
આમ આ વર્ષે વધુ બે બોલર્સે ચાર ઓવરમાં 60થી વધુ રન આપ્યા છે. જેમાં કિગ્સ ઇલેવન પંજાબનો એમસી નેસેર અને કોલકતાનો રયાને મૈક્લોરેન પણ છે.












Click it and Unblock the Notifications
