For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીનો અનોખો રેકોર્ડઃ ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ પરાજીત થનાર સુકાની

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. જેમાની ત્રણ ટેસ્ટ પૂર્ણ થઇ ગઇ છે અને બે ટેસ્ટ રમાનારી છે. એક ટેસ્ટ ટ્રેન્ટ બ્રીજ ખાતે રમાઇ હતી, જે ડ્રોમાં પરિણમી હતી, તો બીજી ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાઇ હતી, જેમાં ભારતે 28 વર્ષ બાદ લોર્ડ્સ ખાતે વિજય મેળવ્યો હતો, પરંતુ ત્યારબાદ ત્રીજી ટેસ્ટ જે સાઉથમ્પટન ખાતે રમાઇ હતી, તેમાં ભારતનો પરાજય થયો હતો. આમ હાલની પાંચ ટેસ્ટમાંથી એક ટેસ્ટ ડ્રો રહી છે, જ્યારે એક ટેસ્ટ ઇંગ્લેન્ડ અને ભારત જીતતા શ્રેણી સરભર છે.

આ સાથે જ ઇંગ્લેન્ડ સામે સૌથી સફળ સુકાની કોણ અને સૌથી વધુ પરાજય મેળવનાર સુકાની કોણ તેને લઇને ચર્ચા ચાલુ થઇ ગઇ છે. વાત સૌથી સફળ સુકાનીની કરવામાં આવે તો કપિલ દેવને ગણી શકાય કારણ કે તેમણે ઇંગ્લેન્ડ સામે એક જ ટેસ્ટ શ્રેણીમાં નેતૃત્વ કર્યું છે, અને તેમાં તેમણે બે ટેસ્ટ મેચોમાં વિજય હાંસલ કર્યો હતો. જ્યારે સૌથી વધુ પરાજયની વાત કરવામાં આવે તો સૌથી વધુ પરાજય મેળવામાં ધોનીએ બધાની સાઇડ કાપી લીધી છે. ધોનીએ 2008થી અત્યારે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ચાર ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાં તેને 7 મેચોમાં પરાજય અને ત્રણ મેચોમાં વિજય હાંસલ થયો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે સુનિલ ગાવસ્કરથી લઇને મહેનદ્ર સિંહ ધોની સુધીમાં કયા સુકાનીને ઇંગ્લેન્ડ સામે કેટલી ટેસ્ટમાં પરાજયનો સ્વાદ ચાખવા મળ્યો છે.

આ પણ વાંચોઃ- આઇસીસીને ન દેખાઇ એન્ડરસન-જાડેજાની ‘ભૂલ'
આ પણ વાંચોઃ- આ પાંચ પરિવર્તન ભારતને અપાવી શકે છે માન્ચેસ્ટરમાં વિજય

સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર

સ્થળ અને વર્ષઃ- ભારત- 1981/82
પરિણામઃ- વિજય- 01, પરાજય- 00, ડ્રો- 05
સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 1982
પરિણામઃ- વિજય- 00, પરાજય- 01, ડ્રો- 02
સ્થળ અને વર્ષઃ- ભારત- 1984/85
પરિણામઃ- વિજય- 01, પરાજય- 02, ડ્રો- 02

કપિલ દેવ

કપિલ દેવ

સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 1986
પરિણામઃ- વિજય- 02, પરાજય- 00, ડ્રો- 01

મોહમ્મદ અઝહરુદ્દિન

મોહમ્મદ અઝહરુદ્દિન

સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 1990
પરિણામઃ- વિજય- 00, પરાજય- 01, ડ્રો- 02
સ્થળ અને વર્ષઃ- ભારત- 1992/93
પરિણામઃ- વિજય- 03, પરાજય- 00, ડ્રો- 00
સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 1996
પરિણામઃ- વિજય- 00, પરાજય- 01, ડ્રો- 02
કુલ પરિણામઃ
વિજયઃ- 03
પરાજયઃ- 02
ડ્રોઃ- 04

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સ્થળ અને વર્ષઃ- ભારત- 2001/2
પરિણામઃ- વિજય- 01, પરાજય- 00, ડ્રો- 02
સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 2002
પરિણામઃ- વિજય- 01, પરાજય- 01, ડ્રો- 02
કુલ પરિણામઃ
વિજયઃ- 02
પરાજયઃ- 01
ડ્રોઃ- 04

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

સ્થળ અને વર્ષઃ- ભારત- 2005/6
પરિણામઃ- વિજય- 01, પરાજય- 01, ડ્રો- 01

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

સ્થળ અને વર્ષઃ- ભારત- 2008
પરિણામઃ- વિજય- 01, પરાજય- 00, ડ્રો- 01
સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 2011
પરિણામઃ- વિજય- 00, પરાજય- 04, ડ્રો- 00
સ્થળ અને વર્ષઃ- ભારત- 2012
પરિણામઃ- વિજય- 01, પરાજય- 02, ડ્રો- 01
સ્થળ અને વર્ષઃ- ઇંગ્લેન્ડ- 2014
પરિણામઃ- વિજય- 01, પરાજય- 01, ડ્રો- 01
કુલ પરિણામ
વિજયઃ-03
પરાજયઃ- 07
ડ્રોઃ- 03

English summary
Here is the list of Most Test defeats as India captain vs England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X