ગાંગુલીનો રેકોર્ડ તોડી ધોની બન્યો સૌથી સફળ ભારતીય કેપ્ટન

મહેન્દ્ર સિંહ ધોનીએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે તેમની અધ્યક્ષતામાં ભારતે 49 રમેલી ટેસ્ટમાંથી 21 જીત મેળવી છે. મહેન્દ્ર સિંહ ધોનીની અધ્યક્ષતામાં ભારતે અત્યાર સુધીમાં 45 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને 22 મેચ જીતી છે અને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને બાકીની 11 મેચ ડ્રોમાં પરિવર્તિત થઇ છે.
આટલું જ નહી મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલું પીચ પર કેપ્ટનશીપનો રેકોર્ડ સો ટકા જાળવી રાખ્યો છે. તેમને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ભારતીય ધરતી પર છ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી બધી મેચમાં જીત મેળવામાં સફળતા મેળવી છે. આનાથી બિલકુલ વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની જમીન પર તેમોનો રેકોર્ડ શૂન્ય છે. મહેન્દ્ર ધોનીએ ત્યાં જેટલી મેચમાં કેપ્ટનશીપ કરી છે તે બધી મેચોમાં ભારતને હાર મળી છે.
મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલી બાદ મોહંમદ અઝરૂદ્દીન ભારતના ત્રીજા નંબરના સફળ કેપ્ટન છે. અઝહરની કેપ્ટનશીપમાં ભારતે 47 મેચોમાંથી 14માં જીત મેળવી છે જ્યારે એટલી જ મેચ ગુમાવી છે. સુનીલ ગવાસ્કર અને મંસૂર અલી ખા પટોડીની કેપ્ટનશીપમાં નવ-નવ, રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ આઠ, બિશન સિંહ બેદીની કેપ્ટનશીપમાં છ જ્યારે અજિત વાડેકર, કપિલ દેવ અને સચિન તેન્ડુલકરના નેતૃત્વમાં ચાર-ચાર મેચ જીતી છે.












Click it and Unblock the Notifications
