તો વિશ્વકપ દરમિયાન કેપ્ટન કૂલ ધોની બની જશે ડેડી કૂલ..!
મુંબઇ, 31 જાન્યુઆરી: ભલે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી અને વનડે શ્રેણીને ખરાબ રીતે હાર્યા બાદ ઇમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ જ ટીકા થઇ રહી હોય, અને તેના કારણે તેઓ સતત ક્રિકેટ પ્રેમિયો અને મીડિયામાં ટીકાઓનો સામનો કરી રહ્યા હોય, પરંતુ તેમના અંગત જીવનમાં તેમનું પ્રમોશન થવા જઇ રહ્યું છે. હા, કેપ્ટન કૂલ ધોની ટૂંક સમયમાં કૂલ ડેડી બનવાના છે.

જોકે બે વર્ષ પહેલા પણ સાક્ષીને લઇને આ પ્રકારના સમાચારો આવ્યા હતા, પરંતુ તે બધા સમાચાર ખોટા સાબિત થયા હતા. જેની પર સાક્ષી રાવત ખૂબ જ ગુસ્સે પણ થઇ હતી. અત્રે નોંધનીય છે કે વર્ષ 2010 જુલાઇમાં જ ધોની અને સાક્ષીએ સાત ફેરા લીધા હતા. લગ્ન બાદથી જ લોકોને બંનેના બાળક માટે ઇંતેજાર છે. આશા સેવીએ છીએ કે આ ઇંતેજાર ખૂબ જ જલદી ખતમ થઇ જાય.












Click it and Unblock the Notifications
