સ્પોટ ફિક્સિંગ: CAK બોસ ગુરુનાથ 'ફરાર', સમન જારી

csk
ચેન્નાઇ, 23 મે : આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં શંકાના ઘેરામાં આવેલ બીસીસીઆઇ ચીફ એન. શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન ફરાર થઇ ગયા છે. મુંબઇ પોલીસ ગુરુવારે ગુરુનાથની પૂછપરછ કરવા માટે ચેન્નાઇ સ્થિત તેમના ઘરે ગઇ હતી પરંતુ તે ત્યાં મળ્યા નહીં. પોલીસે ત્યારબાદ ગુરુનાથની સામે સમન જારી કરી દીધું છે. સમન તેમના ઘરે હાજર લોકોને આપી દેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ગુરુનાથ ગઇકાલે એટલે કે શુક્રવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેવાનો સમય આપ્યો છે. જો તે પૂછપરથ માટે હાજી નહીં થાય તો તેમને ભાગેડું જાહેર કરી દેવામાં આવી શકે છે. બીજી બાજું, ઇડીએ પણ તપાસ શરૂ કરી દીધી છે. તેણે મુંબઇમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે. અમદાવાદમાં પણ ઇડીની ટીમે તપાસ હાથ ધરી છે.

પોલીસને શંકા છે કે સ્પોટ ફિક્સિંગની રમતમાં ગુરુનાથનો પણ હાથ હોઇ શકે છે. ગુરુનાથ હજી સુધી આ મામલે ચુપ્પી સાધી છે. પોલીસને આ મામલામાં ગુરુનાથની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. સટ્ટેબાજી કેસમાં એરેસ્ટ વિંદુના કોલ રેકોર્ડથી માલુમ પડે છે કે તે સટ્ટેબાજ રમેશ વ્યાસ અને ગુરુનાથ સાથે બેક ટૂ બેક વાત કરતો હતો. આનો અર્થ એ છે કે પહેલા તે એક વ્યક્તિ સાથે વાત કરતો અને પછી બીજા સાથે. આવો સિલસિલો મોડે સુધી ચાલતો હતો. આવામાં શંકા છે કે સ્પોટ ફિક્સિંગમાં ગુરુનાથની પણ ભૂમિકા હોઇ શકે છે. અત્યાર સુધી આ મામલામાં ગુરુનાથ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.

મુંબઇ પોલીસે પહેલા જ ગુરુનાથની પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ તેમણે તેના માટે સમય માગ્યો હતો. મુંબઇ પોલીસ ગુરુનાથને સમય આપવા માટે તૈયાર ન્હોતી. આવામાં તે પોતે જ ચેન્નાઇ પહોંચી ગઇ છે. પોલીસે પહેલા જ જણાવી દીધું હતું કે પૂછપરછ માટે ચૈન્નાઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X