તસવીરો: સાનિયા મિર્ઝા બહેનની સગાઇ પર દુલ્હનની જેમ સજી
જાણીતી સ્પોર્ટ સ્ટાર સાનિયા મિર્ઝાની નાની બહેન અનામ મિર્ઝાએ 16 સપ્ટેમ્બરના રોઝ હૈદરાબાદના વેપારી અકબર રાશિદ જોડે સગાઇ કરી. નોંધનીય છે કે આ બન્ને જણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારે સાનિયા મિર્ઝાએ તેની બહેનના સગાઇની કેટલીક ખાસ તસવીરો ઇનસ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી છે.
નોંધનીય છે કે આ સગાઇ હૈદરાબાદની એક હોટલમાં ખૂબ જ ભવ્ય રીતે થઇ હતી. જો કે આ સગાઇમાં સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે હાજરી નહતી આપી. તેમણે પોતાની વ્યવસાઇક વ્યસ્તતાનું કારણ આગળ ધર્યું હતું. અને લગ્નમાં જરૂરથી હાજર રહેવાનું પણ જણાવ્યું હતું. જો કે બહેનની સગાઇમાં સાનિયા મિર્ઝા કોઇ દુલ્હન જેવી સુંદર લાગી રહી હતી.
તો બીજી તરફ સાનિયાની બહેને 16 કિલોનો લહેંગો પહેર્યો હતો. જો કે સાનિયા મિર્ઝાની બહેનની સગાઇમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનું એક કનેક્શન છે. ત્યારે શું છે આ કનેક્શન અને કેવી લાગતી હતી સાનિયા અને તેની બહેન તેની ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં જેને અમે તેમના ફેસબુક અકાઉન્ટ પરથી લીધી છે.

સાનિયા મિર્ઝાની બહેનની સગાઇ
સાનિયા મિર્ઝાની નાની બહેન અનામ મિર્ઝાએ 16 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં એક બિઝનેસમેન અકબર રાશિદ જોડે સગાઇ કરી.

દુલ્હન લાગતી હતી સાનિયા
ત્યારે બહેનની સગાઇમાં સાનિયા મિર્ઝા કોઇ દુલ્હન જેવી સુંદર લાગી રહી હતી. અને તેની બહેન પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મહેંદીની રસમ
ત્યારે બહેન અનામની મહેંદીની તસવીર સાનિયાએ તેના ફેસબુક અકાઉન્ટ પર મૂકી હતી અને કહ્યું હતું કે મારી નાની બહેન હવે સગાઇ કરી રહી છે.

સાળીની સગાઇમાં શોએબની ગેરહાજરી
જો કે પોતાને એક માત્ર સાળીની સગાઇમાં જીજાજી શોએબ મલ્લિક ગેરહાજર રહ્યો હતો. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે માફી માંગી હતી અને કહ્યું હતું કે તે લગ્નમાં જરૂરથી હાજર રહેશે.

16 કિલોનો લહેંગો
ત્યારે પોતાની સગાઇ પર અનામ મિર્ઝાએ લાઇટ પિંક રંગનો 16 કિલોનો વજન વાળો ભારે લહેંગો પહેર્યો હતો. જો કે લાગતી હતી ખૂબ જ સુંદર.

લવ એટ ફસ્ટ સાઇટ
નોંધનીય છે કે અનામ મિર્ઝા અને હૈદરાબાદના વેપારી અકબર રાશિદ ધણાં લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને તે ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

સગાઇનું શાહરૂખ કનેક્શન
નોંધનીય છે કે અનામ મિર્ઝાનો ફિયાન્સે અકબર બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બહુ મોટો ફેન છે ત્યારે તેમની સગાઇ પહેલા આ બન્ને શાહરૂખ ખાનને મળી પણ ચૂક્યા છે. જ્યાં શાહરૂખ તેમને તેમની લવસ્ટોરી વિષે પૂછ્યું હતું.

સાનિયા અને તેનો પરિવાર
ત્યારે સ્પોર્ટ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પરિવાર હૈદરાબાદની એક હોટલમાં આ સગાઇની ભવ્ય પાર્ટી આપી હતી. અને તમામ નજીકના સગા સંબંધીઓ આ સગાઇમાં હાજરી પણ આપી હતી

સાનિયાની ખુશી
ત્યારે પોતાની નાની બહેનની સગાઇની ખુશી સાનિયાના ચહેરા પર જોતા જ બનતી હતી. અને બન્ને બહેનો ખૂબ જ સુંદર પણ લાગતી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
