શ્રીનિવાસનનો 'માસ્ટરસ્ટ્રોક', મને કોઇએ રાજીનામુ આપવાનું નથી કહ્યું
નવી દિલ્હી, 3 જૂન : બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનએ ગઇકાલે ચેન્નાઇમા યોજાયેલી બેઠકબાદ જણાવ્યું કે મીટીંગ સરળતાથી યોજાઇ ગઇ, અને કોઇએ પણ મારી પાસે રાજીનામાની માંગ નથી કરી. તેમણે એ વાતનો ઇનકાર કર્યો છે કે પંજાબ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ આઇ એસ બિન્દ્રાએ બેઠકમાં તેમના રાજીનામાની માંગ કરી છે.
તેમણે સ્પોટ ફિક્સિંગમાં તપાસ થવા સુધી પોતાને તપાસ ચાલે ત્યાં સુધી પોતાના પદથી દૂર રહેવાને અસાધારણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે મારા કામ ન કરવા સુધી જગમોહન ડાલિમિયા તેમનો પદભાર સંભાળશે. તેમણે જણાવ્યું કે સંજય જગદલે અને અજય શિર્કેને પણ રાજીનામુ પરત લેવાનો આગ્રહ કર્યો છે, જેમણે શુક્રવારે પોતાનું રાજીનામું બોર્ડને આપી દીધું હતું.

મીડિયા દ્વારા સ્પોટ ફિક્સિંગ મામલામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે, એવા સવાલ પર કહેવાયું કે આ એક અયોગ્ય પ્રશ્ન છે. હું આ અંગે કંઇ કહેવા નથી માંગતો. શ્રીનિવાસન પર તેમના જમાઇ ગુરુનાથ મયપ્પનનું નામ સ્પોટ ફક્સિંગમાં આવ્યા બાદ તેમના રાજીનામાની વાત થઇ રહી હતી. જેને લઇને તેમણે કેટલીક શર્તો પણ રાખી હતી. જેને બોર્ડના અન્ય સભ્યોએ માનવાનો ઇનકાર કરી દીધો હતો. માટે કહેવાઇ રહ્યું છે કે ડાલમિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
