સચિન પાસે બેટ છે, સુદર્શન ચક્ર નથીઃ સિદ્ધુ
નવીદિલ્હી, 28 નવેમ્બર: પૂર્વ ક્રિકેટર, રાજકારણી અને હવે સ્ટાર ક્રિકેટ પર હિન્દી કોમેન્ટેટર તરીકે નવી ઇનિંગ શરૂ કરનાર નવજોત સિંહ સિદ્ધુએ સચિન વિરુદ્ધ કરવામાં આવી રહેલી ટીકા ટિપ્પણીઓનો કરારો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે સચિન પાસે બેટ છે, સુદર્શન ચક્ર નથી કે જેનાથી તે દરેક વખતે સફળતાં મેળવે.

સિદ્ધુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, આપણી પાસે મિડલ ઓર્ડરમાં વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી નથી. આપણને અનુભવની તાતી જરૂર છે અને જ્યાં સુધી કોઇ વિકલ્પ ના મળે ત્યાં સુધી તેંડુલકરની નિવૃત્તિ અંગે વિચારવું જોઇએ નહીં. જ્યારે જ્યારે સચિનની ટીકા થાય છે ત્યારે ત્યારે મને દુઃખ થાય છે, કારણ કે સચિન કોઇ વ્યક્તિ નથી પણ એક ઇન્સ્ટિટ્યૂશન છે. તે કોહિનૂર છે અને તેને કાચ બનાવી શકાય નહીં. હીરો હંમેશા હીરો રહે છે અને મને આશા છે કે તે આગામી બન્ને મેચોમાં પુનરાગમન કરશે.
જો કે સિદ્ધુએ સ્વિકાર કર્યો છે કે ઉમર વધવાની સાથે તેંડુલકરના રિફ્લેક્શન થોડાક નબળા પડ્યાં છે. તેમણે કહ્યું કે, તેના રિફ્લેક્શન કદાચ થોડા ધીમા થયા છે પરંતુ તે ઘણા અનુભવી છે. તેમણે 23 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યું છે. તે ખરાબ ફોર્મનું નિરાકરણ લાવશે. ભારત તરફથી 51 ટેસ્ટ અને 136 વનડે રમી ચુકેલા સિદ્ધુનું માનવું છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ હાલની શ્રેણીમાં ટર્નિંગ વિકેટ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી. મને લાગે છે કે ભારતીય ટીમમાં એક લેગ સ્પિનરની જરૂર છે.
સિદ્ધુએ કહ્યું કે આપણે અહીં સપાટ કે ઝડપી વિકેટ બનાવી શકીએ નહીં. તેથી આપણી પાસે ટર્નિંગ વિકેટ બનાવવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ નથી. એટલું જરૂર છે કે લેગ સ્પિનરની જરૂર હતી. ઇતિહાસ સાક્ષી છે કે ઇંગ્લેન્ડના બેટ્સમેન શિવરામાકૃષ્ણન, શેન વોર્ન, અનિલ કુંબલે અને અમિત મિશ્રા જેવા સ્પિનર સામે પરેશાન રહ્યાં છે.












Click it and Unblock the Notifications
